(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2025: ગુજરાત ટાઈટન્સે આ ફાસ્ટ બોલરને 10.75 કરોડમાં ખરીદ્યો, જાણો તેના વિશે
ગુજરાત ટાઇટન્સે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા પર મોટો દાવ લગાવ્યો છે. રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Kagiso Rabada IPL 2025: ગુજરાત ટાઇટન્સે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા પર મોટો દાવ લગાવ્યો છે. રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રબાડાની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તે પહેલા પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ પંજાબે તેને રિલીઝ કર્યો હતો.
𝗔𝗱𝗱𝗶𝗻𝗴 𝘀𝗼𝗺𝗲 𝗽𝗮𝗰𝗲 𝘁𝗼 𝗶𝘁𝘀 𝗮𝗿𝘀𝗲𝗻𝗮𝗹 𝗶𝘀 #GT! ⚡️⚡️
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Kagiso Rabada goes the #GT way ✈️
SOLD for INR 10.75 Crore 👍 👍#TATAIPLAuction | #TATAIPL | @KagisoRabada25 | @gujarat_titans pic.twitter.com/GqcLeXbSAl
આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં રબાડાને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા.
રબાડાની IPL કારકિર્દી કેવી રહી ?
રબાડાએ તેની પ્રથમ આઈપીએલ મેચ વર્ષ 2017માં રમી હતી. તેણે આ લીગમાં 80 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 21.97ની શાનદાર એવરેજ સાથે 117 વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ 8.48 હતો. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/21 રહ્યું છે.
IPL 2024 માં, રબાડાએ 11 મેચ રમી અને 33.82 ની એવરેજથી 11 વિકેટ લીધી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2/18 હતું. રબાડા પાસેથી IPL 2025માં શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
જો કે, IPL 2025ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ શુભમન ગિલ, રાશિદ ખાન, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને જાળવી રાખ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાઇ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવટિયા (4 કરોડ) અને શાહરૂખ ખાન (4 કરોડ)ને જાળવી રાખ્યા છે.
ગુજરાત ટાઇટન્સ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલી IPL 2025ની હરાજી માટે તેમની મજબૂત ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે તે ઘણા મોટા ખેલાડીઓ પર બોલી લગાવી રહ્યા છે. ચાલો એક નજર કરીએ જીટી સ્ક્વોડ કેવી રીતે તૈયાર કરવામાં આવી છે.
રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાઈ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવટિયા (4 કરોડ), શાહરૂખ ખાન (4 કરોડ), કાગીસો રબાડા (10.75 કરોડ), જોસ બટલર (15.75 કરોડ).
ક્યાંથી થઇ રહ્યું છે લાઇવ સ્ટ્રીમિંગ
આ વખતે સાઉદીમાં આઇપીએલની મેગા ઓક્શન યોજાઇ રહી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ ચાલશે. મેગા હરાજીનું સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવી રહ્યું છે.