Asian Games 2023: મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે રચ્યો ઈતિહાસ, ભારતે શૂટિંગમાં જીત્યો ગોલ્ડ
Asian Games: એશિયન ગેમ્સમાં ભારતનો ચોથો ગોલ્ડ શૂટિંગમાં આવ્યો છે. ભારતની મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં દેશના ખાતામાં વધુ એક ગોલ્ડ ઉમેર્યો હતો.
એશિયન ગેમ્સ 2023 ભારતનો 4મો ગોલ્ડઃ એશિયન ગેમ્સ 2023માં ભારતે ચોથો ગોલ્ડ જીત્યો છે. આ વખતે ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. ભારતની શૂટિંગ ટીમમાં મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ત્રિપુટી સામેલ હતી.
બુધવારે શૂટિંગમાં ભારતનો આ બીજો મેડલ છે. હવે ભારતના હિસ્સામાં 4 ગોલ્ડ મેડલ આવી ગયા છે. જો શૂટિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ રહેશે તો મેડલ ટેબલમાં ટોપ 5 સુધીની સફર મુશ્કેલ નહીં રહે.
મનુ ભાકર, એશા સિંહ અને રિધમ સાંગવાનની ભારતીય ત્રિપુટીએ મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં 1759ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
ચીને 1756 સાથે સિલ્વર જ્યારે રિપબ્લિક ઓફ કોરિયાએ 1742 સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
મનુ (590) ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચ પર છે, એશા (586) પાંચમા સ્થાને છે. રિધમ (583) સાતમા ક્રમે છે પરંતુ ફાઇનલમાં દેશ દીઠ માત્ર બે શૂટરને મંજૂરી હોવાથી, રિધમ કટ ચૂકી જાય છે.
🏆 Triumph Beyond Measure! 🇮🇳🔫
— SAI Media (@Media_SAI) September 27, 2023
In the 25-meter Pistol Women's Team event, the formidable trio of @realmanubhaker, Sangwan Rhythm, and @singhesha10 secures India's pride with a GOLD medal finish! 🥇🔥
Their exceptional precision and teamwork deserve a standing ovation! 🌟👏… pic.twitter.com/lh7q3t8inx