IND vs ARG, Women's Hockey Match: : પુરુષ પછી મહિલા હોકી ટીમનો પણ સેમી ફાઇનલમાં પરાજય, બંનેમાં બ્રોન્ઝ માટે રમવી પડશે મેચ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ પછી મહિલા હોકી ટીમનો પણ સેમી ફાઇનલમાં પરાજય થયો છે. આજે આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. જોકે, બંને હોકી ટીમને હજુ બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ પછી મહિલા હોકી ટીમનો પણ સેમી ફાઇનલમાં પરાજય થયો છે. આજે આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. જોકે, બંને હોકી ટીમને હજુ બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.
#TokyoOlympics | Indian women's hockey team lose against Argentina in the semifinal match, to take on Great Britain in bronze medal clash pic.twitter.com/HJcZwP8jfZ
— ANI (@ANI) August 4, 2021
આજે ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર દેખાવ કરીને પહેલો ગોલ ફટકારી દીધો હતો. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલમાં ભારત વતી એક માત્ર ગોલ ફટકારનારી ગુરજીત કૌરે ડ્રેગ ફ્લિકથી પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતે પહેલો ગોલ ફટકારતાં આખા દેશમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
Tokyo Olympic 2020 : સેમિફાઇનલમાં પહોંચેલા કુસ્તીબાજ દીપક પુનિયાની હાર, મળ્યો બ્રોન્ઝ મેડલ
ભારતના કુસ્તીબાજ દીપક પુનિયાનો 86 કિલોગ્રામ કેટેગરીમાં અમેરિકાના ડી.એમ. ટેલર લી સામે પરાજય થતા ભારતે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સેમિફાઇનલ મેચમાં ટેલરે પહેલેથી જ આક્રમક રમત બતાવીને પુનિયાને હાવી થવા દીધો નહોતો. દીપક પુનિયાને મળેલા બ્રોન્ઝ મેડલ સાથે ભારતે ચાર મેડલ મેળવી લીધા છે. જેમાં 3 બ્રોન્ઝ અને એક સિલ્વરનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે કુસ્તીબાજ રવિ કુમાર સેમિફાઇનલમાં જીતીને ઇતિહાસ રચી દીધો છે અને તેઓ હવે ફાઇનલમાં પહોંચી ગયા છે. જેના પર સૌની નજર છે.
Tokyo Olympic 2020 : રવિ દહિયા ફાઇનલમાં પહોંચતા ભારતનો સિલ્વર મેડલ પાક્કો, ગોલ્ડ પણ જીતી શકે
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળવાની આશા જાગી છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. તેમજ ગોલ્ડ મેડલ જીતવાની પણ તક ઊભી થઈ છે. 57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિનો વિજય થયો છે.
કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. કુશ્તીબાજ રવિ કુમાર દહિયાએ બુધવારે સવારે જ 57 કિગ્રા કેટેગરીમાં અને દીપક પૂનિયાએ 86 કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીતીને પ્રવેસ કર્યો હતો. રવિ દહિયાએ બલ્ગેરિયા સામેની મેચ 14-4થી જીતી હતી જ્યારે દિપકે છેલ્લી સેકન્ડે ચીનના શેનને 6-3થી હરાવ્યો હતો. રવિનો મુકાબલો કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવ સાથે હતો ને તેમાં રવિ દહિયાએ 9-7થી જીત મેળવી છે. રવિ દહિયાએ સાનાયેવને પછાડીને તેને જમીન સરસો રાખીને જીત મેળવી હતી. રવિએ પણ છેલ્લી ઘડીએ પાસુ પલટીને મેચ જીતી લીધી હતી. હવે દીપક પૂનિયાનો સામનો સેમિફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સાથે થશે.