Paris Paralympic 2024: 7 મહિનાની 'પ્રેગનન્ટ' પેરા એથ્લિટે રચ્યો ઇતિહાસ, મેડલ જીતી બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ
Pregnant Jodie Grinham Medal In Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં એક ખૂબ જ રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં 7 મહિનાની 'ગર્ભવતી' પેરા એથ્લિટે મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે
7 Months Pregnant Jodie Grinham Medal In Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં એક ખૂબ જ રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં 7 મહિનાની 'ગર્ભવતી' પેરા એથ્લિટે મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ ગ્રેટ બ્રિટનની જૉડી ગ્રિનહામે પોતાના નામે કરી છે. દરેક વ્યક્તિ જૉડી ગ્રિનહામની ભાવનાને સલામ કરી રહ્યાં છે. તેણે કહ્યું કે માતા એક વાસ્તવિક યોદ્ધા છે. જૉડી ગ્રિનહામે તીરંદાજીમાં મેડલ જીત્યો હતો. હવે આખી દુનિયામાં તેની પ્રશંસા થઈ રહી છે. બધા તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.
જૉડી ગ્રિનહામે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 31 ઓગસ્ટના રોજ, જૉડી ગ્રિનહામે મહિલા કમ્પાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની ફૉબી પેટરસન પેન સામે બ્રૉન્ઝ મેડલ મેચ રમી, જેમાં 142-141ના સ્કૉર સાથે જીત મેળવી. તમને જણાવી દઈએ કે હારેલી ફૉબી પેટરસન પાઈન ટોક્યો પેરાલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો.
જૉડી ગ્રિનહામ ગર્ભવતી વખતે પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારી પ્રથમ પેરા એથ્લિટ બની હતી. તેણી લગભગ 28 અઠવાડિયા એટલે કે 7 મહિનાની ગર્ભવતી હતી. આમ છતાં તેણે પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને મેડલ જીતીને તેણે પોતાનું નામ પણ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું છે.
નોંધનીય છે કે જૉડી ગ્રિનહામને ડાબા હાથમાં અપંગતા છે. તેણી તેના જમણા હાથથી શૂટિંગ કરે છે. એટલું જ નહીં તેણે તીરંદાજીની મિશ્ર ટીમ કમ્પાઉન્ડની ક્વાર્ટર ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે, જે 02 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ રમાશે.
બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ શું બોલી ?
દૈનિક જાગરણના અહેવાલ મુજબ, બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ જૉડી ગ્રિનહામે કહ્યું કે જ્યારે ટાર્ગેટ સેટ કરતી હતી તે સમયે બાળકે પેટની અંદર લાત મારવાનું બંધ ન હતુ કર્યું. એવું લાગતું હતું કે બાળક પૂછી રહ્યું છે, મમ્મી, તમે શું કરો છો? પરંતુ મારા પેટમાં આ સપૉર્ટ બબલ એક સુંદર રીમાઇન્ડર છે. મને મારા પર ગર્વ છે. મેં મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તે બિલકુલ સરળ નથી. "જો કે હું અને બાળક સ્વસ્થ છીએ."
આ પણ વાંચો