(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine Crisis: યુક્રેન પર હુમલાને લઈ એડિડાસે રશિયન ફૂટબોલ ફેડરેશન સાથે ફાડ્યો છેડો, જાણો વિગત
Russia Ukraine Crisis: . રશિયાએ યુક્રેનને તબાહ કરી નાંખ્યું છે. અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે.
Russia China War: યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાએ યુક્રેનને તબાહ કરી નાંખ્યું છે. અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે. આ દરમિયાન એડિડાસે રશિયન ફૂટબોલ ફેડરેશન સાથેની ભાગીદારી સસ્પેન્ડ કરી છે.
દીપિકા પાદુકાણો ભારતમાં એડિડાસ સાથે જોડાનારી મહિલા બ્રાંડ એમ્બેસેડરના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. એડિડાસના મહત્વકાંક્ષી કેમ્પેનમાં બોક્સિંગમાં ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા લવલીના બોર્ગેહિન અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મીરાબાઈ ચાનૂ પણ સામેલ થશે. આ ત્રણેય એક સાથે નજરે પડશે.
#BREAKING Adidas suspends partnership with Russian football federation: spokesperson #AFPSports pic.twitter.com/Q9BBNOyCPs
— AFP News Agency (@AFP) March 1, 2022
યુક્રેનના ખારકિવમાં ભારતીય વિદ્યાર્થી વસ્તુ ખરીદવા નીકળ્યો બહાર ને મળ્યું મોત
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. ખારકિવમાં ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. મંત્રાલય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતકનું નામ નવીન શેખરપ્પા છે. તે 21 વર્ષનો હતો. વિદ્યાર્થી કર્ણાટકના હાવેરીના ચલગેરીનો રહેવાસી હતો. બચાવ દરમિયાન થયેલા હુમલામાં નવીનનું મોત થયું હતું. વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
કેવી રીતે થયું મોત
ખારકિવમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી અને ભારતીય વિદ્યાર્થીઓ માટે કામ કરતી ડો. પૂજાએ પત્રકાર આદિત્ય રાજ કોલને જણાવ્યું નવીનનો ફોન યુક્રેનની મહિલાને મળ્યો હતો અને તેણે નવીનના મિત્રને ફોન કરીને બ્લાસ્ટમાં તેનું નિધન થયું હોવાની માહિતી આપી હતી.
MBBSના ચોથા વર્ષમાં ભણતો હતો
બીજેપી સાંસદ પીસી મોહને ટ્વીટ કરીને લખ્યું, કર્ણાટકના રાનીબેન્નીરના રહેવાસીનું આજે યુક્રેનના ખારકિવમાં થયેલા હુમલામાં નિધન થયું તે જાણીને દુખ લાગ્યું. તે એમબીબીએસના ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો.ઈશ્વર તેના પરિવારને પડેલી ખોટને સહન કરવાની શક્તિ આપે.
નવીન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના ગૃહ જિલ્લા હાવેરીનો રહેવાસી છે. ઘટના બાદ સીએમ બોમ્મઈએ તેના પરિવાર સાથે ફોન પર વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો. ઉપરાંત સીએમ બોમ્મઈએ નવીનના પરિવારને ભરોસો અપાવ્યો કે સરકાર તેના શબને લાવવાની પૂરી કોશિશ કરી રહી છે.
કર્ણાટક એસડીએમએના કમિશ્નર મનોજ રાજને જણાવ્યું, અમને MEA તરફથી યુક્રેનમાં નવીન શેખરપ્પાના કમનસીબ નિધનની પુષ્ટિ કરવામાં આવે છે. તે ચલાગેરી, હાવેરીનો રહેવાસી હતો.તે કંઈક ખરીદવા માટે નજીકના સ્ટોરમાં જવા નીકળ્યો હતો. પાછળથી તેના મિત્રને સ્થાનિક અધિકારીનો ફોન આવ્યો કે તે (નવીન) મૃત્યુ પામ્યો છે
હજુ પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે
તમને જણાવી દઈએ કે ખાર્કિવમાં હજુ પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ સિવાય યુક્રેનના લ્વીવમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ છે. આ વિસ્તાર પોલેન્ડની સરહદને અડીને આવેલો છે. મોટાભાગના લોકો અહીંથી સુરક્ષિત બહાર નીકળવા માંગે છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસો ચાલુ છે. સરકાર ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તેની શરૂઆત 26 ફેબ્રુઆરીએ થઈ હતી. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 2 હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.