શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરવ ગાંગુલીની બીજી વખત કરવામાં આવી એન્જિયોપ્લાસ્ટી, બે સ્ટેન્ટ મુકવામાં આવ્યા
48 વર્ષીય ગાંગુલીની ધમનિયોના અવરોધને હટાવવા માટે બે સ્ટેન્ટ નાખવામાં આવ્યા છે.
કોલકાતા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની આજે એક ખાનગી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ પહેલા 2 જાન્યુઆરીએ ગાંગુલીને એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
હ્રદયરોગના જાણીતા નિષ્ણાંત ડૉ. દવી શેટ્ટીએ ગાંગુલીના તમામ ટેસ્ટ કર્યા બાદ હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે આ 48 વર્ષીય ગાંગુલીની ધમનિયોના અવરોધને હટાવવા માટે બે સ્ટેન્ટ નાખવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ ડોક્ટરે કહ્યું કે, “તેમની સ્થિતિનું આંકલન કર્યા બાદ અમે એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને બુધવારે છાતીમાં સામાન્ય દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બાદ તેમના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.”
આ પહેલા 2 જાન્યુઆરીએ કસરત કરતી વખતે ગાંગુલીની છાતીમાં દુખી આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના બાદ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion