Year ender 2021: આ વર્ષે આ પાંચ બેટ્સમેનોએ ફટકારી સૌથી વધુ સદીઓ, ભારતનો એકપણ નથી લિસ્ટમાં, જાણો....
આ વર્ષે કયા બેટ્સમેને સૌથી વધુ સદી ફટકારી તેનુ લિસ્ટ અહીં આપવામાં આવ્યુ છે, આમાં ઇંગ્લિશ બેટ્સમેન જૉ રૂટ પહેલા નંબરે છે. જાણો વર્ષ 2021ના ટૉપ 5 શતકવીરો............
Year Ender 2021: વર્ષ 2021 પુરુ થવા જઇ રહ્યું છે, ક્રિકેટની દુનિયામાં પણ કેટલાક મોટા સમાચારો સામે આવ્યા, પરંતુ આ બધાની વચ્ચે એક સમાચાર ખાસ છે, જેમાં શતકવીરોની યાદી સામેલ છે. આ વર્ષે કયા બેટ્સમેને સૌથી વધુ સદી ફટકારી તેનુ લિસ્ટ અહીં આપવામાં આવ્યુ છે, આમાં ઇંગ્લિશ બેટ્સમેન જૉ રૂટ પહેલા નંબરે છે. જાણો વર્ષ 2021ના ટૉપ 5 શતકવીરો............
1. જૉ રૂટ (Joe Root): ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જૉ રૂટે આ વર્ષે 17 આંતરરાષ્ટ્રીય મેચો (ટેસ્ટ, વનડે, ટી20) રમી છે. તેને 72ની એવરેજથી 1700 થી વધુ રન બનાવ્યા. રૂટના નામે આ વર્ષે 6 સદીઓ નોંધાઇ છે.
2. પીઆર સ્ટર્લિંગ (PR Sterling): આયરલેન્ડના આ બેટ્સમેનના નામે વર્ષ 2021માં 4 સદી છે. સ્ટર્લિંગે 28 આંતરરાષ્ટ્રીય મેચોમાં 46ની એવરેજથી 1151 રન બનાવ્યા છે.
3. કરુણારત્ને (Karunaratne): શ્રીલંકાના કરુણારત્નેએ આ વર્ષે 4 સદી ફટકારી છે, તેને 10 આંતરરાષ્ટ્રીય મેચોમાં 57ની એવરેજથી 986 રન બનાવ્યા છે.
4. બાબર આઝમ (Babar Azam): પાકિસ્તાની કેપ્ટન આ લિસ્ટમાં ચૌથા નંબર પર છે, તેને વર્ષ 2021માં 3 સદી ફટકારી છે. બાબરે કુલ 43 મેચો રમી છે, તેને સૌથી વધુ ટી20 રમી છે. તેના નામે 1760 રન છે, અને 14 ફિફ્ટી છે.
5. ફવાદ આલમ (Fawad Alam): આ લિસ્ટમાં પાકિસ્તાનનો વધુ એક બેટ્સમેન ફવાદ આલમ સામેલ થયો છે. ફવાદે 9 મેચોમાં 3 સદી ફટકારી છે. ફવાદે આ વર્ષે 49 રનની એવરેજથી 571 રન બનાવ્યા છે.
આ પણ વાંચો.........
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે
UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?
Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ
કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો