પરિણામે હાઈકોર્ટમાંથી જપ્તીનો ઓર્ડર ખેડૂતો લઇ આવ્યા હતા. છતાં પણ ખેડૂતોને જમીનનું વળતર અપાયું નહતું. જેથી ખેડૂતો જપ્તીનું વોરંટ લઈ નાયબ ક્લેક્ટર કચેરી પહોંચ્યાં હતાં અને પોલીસ અને સરકારી વકીલની સાથે ક્લેક્ટર પ્રાંત અધિકારી કચેરીએ જપ્તી પર આવેલા ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
2/5
3/5
મળતી જાણકારી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં 1974માં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવા માટે ખેડૂતોની 70 વિઘા જમીન સંપાદન કરવામાં આવી હતી. જેના માટે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી તેમણે વધારાના વળતરની માંગ કરી હતી. આ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો હતો અને હાઈકોર્ટે ખેડૂતોને રૂપિયા આપવાની વાત કરી હતી. પરંતુ વારંવાર ધક્કા ખાવા છતાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નહોતું.
4/5
સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો માટે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી તે ખેડૂતોએ વધારાના વળતરની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે ખેડૂતોની માંગણી યોગ્ય ગણાવીને ખેડૂતોને વધારાના રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કલેક્ટર કચેરી દ્ધારા વળતર ન ચૂકવાતા ખેડૂતો કોર્ટનું જપ્તીનું વોરંટ લઇને નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા.
5/5
કોર્ટે આદેશ આપ્યો હતો કે જો વળતર નહીં ચૂકવાય તો નાયબ કલેક્ટર પ્રાંત ઓફીસના સરસામાનની જપ્તી કરવામાં આવે. હુકમના આધારે જપ્તીનું વોરંટ લઇ ખેડૂતો નાયબ કલેકટર કચેરી પહોંચ્યા હતા અને જપ્તીની કાર્યવાહી આરંભી હતી..