નવા વર્ષમાં ખરાબ સમાચાર, બે દિવસ બાદ આ ફોન વાપરનારાના ફોન થઇ જશે બંધ, કંપનીઓ લીધો મોટો નિર્ણય, જાણો..........
કંપનીએ વર્ષો પહેલા પોતાના લોકપ્રિય QWERTY કીપેડ બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ ફોનને બનાવવાનુ બંધ કરી દીધુ હતુ.
નવી દિલ્હીઃ જાણીતી સ્માર્ટફોન કંપની બ્લેકબેરી પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઇ રહી છે. રિપોર્ટ છે કે, આગામી દિવસોમાં બ્લેકબેરીના જુના મૉડલ પરના સપોર્ટ બંધ થઇ રહ્યો છે. કંપનીએ વર્ષો પહેલા પોતાના લોકપ્રિય QWERTY કીપેડ બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ ફોનને બનાવવાનુ બંધ કરી દીધુ હતુ. પરંતુ ડિવાઇસમાં હજુણ પણ સૉફ્ટવેર સપોર્ટ હતો. પરંતુ 2022ની શરૂઆતની સાથે બ્લેકબેરી પોતાના સ્માર્ટફોન માટે સપોર્ટ ખતમ કરી દેશે. ખુદ બ્લેકબેરીએ ગુરુવારે આ વાતની જાહેરાત કરી દીધી છે.
કયા ફોન પરથી સપોર્ટ થઇ જશે બંધ-
બ્લેકબેરીએ ગુરુવારે જાહેરાત કરી કે તે તમામ ક્લાસિક બ્લેકબેરી ઓઓસ અને બ્લેકબેરી 10 પાવર્ડ સ્માર્ટફોન માટે સપોર્ટ બંધ કરવા જઇ રહી છે. કંપનીએ તે ગ્રાહકોને ચેતાવણી આપી દીધી છે, જે હજુ પણ આના સૉફ્ટવેર પર ચાલનારા ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે કે થોડાક દિવસો બાદ સેલ્યૂલર અને વાઇફાઇ કનેક્ટિવિટી પર વિરાસત સેવાઓનો સપોર્ટ કરવામાં સક્ષમ નહીં હોય. કંપની પોતાના જુના સૉફ્ટવેર પર ચાલતા સ્માર્ટફોનમાં સપોર્ટ પાછો લઇ રહી છે. ત્યારબાદ આ ફોન બેકાર થઇ જશે.
કંપનીએ ગુરૂવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે હવે Blackberry OS, 7.1 OS, પ્લેબુક ઓએસ 2.1 સીરીઝ અને બ્લેકબેરી 10 પર ચાલતા સ્માર્ટફોન પર સપોર્ટ ઓફર કરશે નહીં. એવામાં હવે આ સ્માર્ટફોનને ગ્રાહક ચલાવી શકશે નહીં અને હવે માત્ર શોપીસ બની જશે. હવે જે યુઝર્સ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છે તેને તેના માટે અપડેટ પણ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, 4 જાન્યુઆરીથી કંપની આ સ્માર્ટફોનથી પોતાનો સપોર્ટ પાછો લઇ લેશે અને પછી આ ફોન કોઈ કામનો રહેશે નહીં. જો કે એવા યુઝર્સ જે કંપનીના એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે તેમને હજી પણ સપોર્ટ યથાવત રહેશે.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા