(Source: ECI/ABP News/ABP Majha)
New Features: ગૂગલ મીટ પર આવ્યુ આ કમાલનું ફિચર, હવે સ્પેસબારને દબાવીને કરી શકાશે આ મોટુ કામ, જાણો
કંપનીનું કહેવુ છે કે, આ ફિચર તે સ્થિતિઓમાં પણ મદદ કરશે જ્યાં તમે ખુદને અનમ્યૂટ કરીને બાદમાં ફરીથી મ્યૂટ કરવાનુ ભૂલી જાઓ છો. આમ તો આ ફિચર ડિફૉલ્ટ રીતથી બંધ છે,
Google Meet New Features Released: જો તમે ગૂગલ મીટના યૂઝર્સ છો, તે આ ખબર તમારા માટે કામની છે. ગૂગલે પોતાના આ પ્લેટફોર્મ માટે એક નવુ ફિચર એડ કર્યુ છે, કંપનીનુ કહેવુ છે કે હવે ગૂગલ મીટ યૂઝર્સ જલદી જ સ્પેસબારને દબાવીને ખુદને અનમ્યૂટ કરી શકશે, અને આને રિલીઝ કરીને ખુદ ફરીથી મ્યૂટ કરી શકશે. સમાચાર એજન્સી આઇએએનએસના રિપોર્ટ અનુસાર કંપની કહેવુ છે કે આ ફિચર યૂઝર્સને કંઇક કહેવા માટે જલદીથી અનમ્યૂટ કરીને મીટિંગમાં તેમના પાર્ટિસિપેશનને આસાન બનાવી દેશે.
કંપનીનું કહેવુ છે કે, આ ફિચર તે સ્થિતિઓમાં પણ મદદ કરશે જ્યાં તમે ખુદને અનમ્યૂટ કરીને બાદમાં ફરીથી મ્યૂટ કરવાનુ ભૂલી જાઓ છો. આમ તો આ ફિચર ડિફૉલ્ટ રીતથી બંધ છે, પરંતુ તમે આને Google મીટ સેટિંગમાં જઇને એક્ટિવ કરી શકો છો.
મીટ માટે વૉઇસ કન્ટ્રૉલ સેટિંગમાં પણ ફેરફાર -
ગૂગલે એક બ્લૉગ પૉસ્ટમાં વધુ એક ફિચર લાવવાની વાત કરતા કહ્યું- હવે Google મીટ હાર્ડવેર માટે છે "હે ગૂગલ" વૉઇસ કન્ટ્રૉલનુ સેટિંગ પણ અપડેટ કરવામા આવ્યુ છે. આ અપડેટની સાથે , હવે Google આસિસ્ટન્ટ માત્ર ત્યારે એક્ટિવ થશે જ્યારે કોઇ ડિવાઇસ મીટિંગમાં ના હોય, અને આસાનીથી મીટિંગની 10 મિનીટની અંદર હોય.
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?