Happy New Year 2023: નવા વર્ષમાં તમારા WhatsApp આઇકૉનમાં લગાવો New Yearનો ફોટો, આ છો પ્રૉસેસ
અત્યારે દુનિયાભરમાં New Year 2023ના સેલિબ્રેશનની તૈયારીઓ ખુબ પુરજોશથી ચાલુ થઇ ગઇ છે. આવામા લોકો પોતાના ઘરના સજાવટનો સામાન ખરીદી રહ્યાં છે
![Happy New Year 2023: નવા વર્ષમાં તમારા WhatsApp આઇકૉનમાં લગાવો New Yearનો ફોટો, આ છો પ્રૉસેસ Happy New Year 2023: you can set easily New Year whatsapp icon on whatsapp app, here change process Happy New Year 2023: નવા વર્ષમાં તમારા WhatsApp આઇકૉનમાં લગાવો New Yearનો ફોટો, આ છો પ્રૉસેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/31/cf213cc42204a2680e66db124b952761167247963566077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Happy New Year 2023: આજે વર્ષનો છેલ્લો દિવસ છે, અને આવતીકાલથી નવા વર્ષ 2023ની શરૂઆત થઇ જશે, આ નવા વર્ષની લોકો એકબીજાને ખાસ શુભેચ્છાઓ આપીને જશ્ન મનાવશે, કેટલાક લોકો એવા પણ છે જે પોતાના મોબાઇલમાં નવા વર્ષના રંગમાં રંગાઇ જાય છે, જો તમે તમારા નવા વર્ષને વૉટ્સએપ લૉગોથી સજાવવા માંગતા હોય તો અહીં કસ્ટમાઇઝેશન માટે ખાસ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ, જેનાથી તમે વૉટ્સએપ લૉગોમાં ન્યૂ ઇયરનો ફોટો લગાવી શકશો અને તમારુ વૉટ્સએપ આઇકૉન બદલાઇ જશે. જાણો પ્રૉસેસ.......
અત્યારે દુનિયાભરમાં New Year 2023ના સેલિબ્રેશનની તૈયારીઓ ખુબ પુરજોશથી ચાલુ થઇ ગઇ છે. આવામા લોકો પોતાના ઘરના સજાવટનો સામાન ખરીદી રહ્યાં છે, અને પોતાના ઘરોને સજાવી રહ્યાં છે. ઘર, દુકાન અને બજાર જ નહીં સ્માર્ટફોનની એપ્સ પણ New Year 2023 થીમ સાથે અપડેટ કરવામાં આવી છે.
વૉલપેપર અને થીમમાં કરી શકો છો ફેરફાર -
હવે New Year 2023ને પોતાના સ્માર્ટફોન પર પણ સેલિબ્રેટ કરવા માટે માટે સ્માર્ટફોન વૉલપેપર અને થીમ બદલી શકો છો, અહીં સુધી વાત ખતમ નથી થતી, અપડેટ એટલુ બેસ્ટ આવી ચૂક્યુ છે કે, હવે તમે પોતાની એપ્સના આઇકૉનને પણ બદલી શકો છો, આપણા સ્માર્ટફોનમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આજે અમે તમને બતાવી આને કસ્ટમાઇઝ કરવાના વાત કરીશું, ખરેખરમાં વૉટ્સએપ કેટલાય પ્રકારના કસ્ટમાઇઝના ઓપ્શન આપે છે. જોકે કેટલાય લોકો આનાથી પરિચિત નથી હોતા. તમે પોતાના વૉટ્સએપ આઇકૉન પર ક્રિસમસ હેટ લગાવી શકો છો, જાણો શું છે રીત.......
પોતાના વૉટ્સએપ પર આ રીતે લગાવો New Year 2023 -
આ માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Nova લૉન્ચરને ઇન્સ્ટૉલ કરવાનુ છે.
હવે લૉન્ચર ચાલુ કરી દો, તમારી સ્ક્રીન પર આવેલી તમામ શરતોને ધ્યાનથી વાંચો, અને એક્સેપ્ટ કરો.
આ પછી થોડાક સમય માટે વૉટ્સએપ આઇકૉન પર ટેપ કરો.
હવે મેનૂમાંથી એડિટ ઓપ્શન પર ક્લિક કરો.
ગેલેરીમાંથી New Year 2023ની સાથે વૉટ્સએપ આઇકૉનની ઇમેજ પસંદ કરી લો.
હવે સેવ ચેન્જીસ પર ટેપ કરી દો.
નૉટઃ આ સ્ટેપ્સ માત્ર વૉટ્સએપ માટે જ નથી પરંતુ, તમે આનો ઉપયોગ કરીને સ્માર્ટફોનમાં રહેલી કોઇપણ એપના આઇકૉનને કસ્ટમાઇઝ કરી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)