શોધખોળ કરો

મફત...મફત...મફતના ચક્કરમાં આ મહિલાએ મહેનતના 7 લાખ રૂપિયા ગુમાવ્યા, તમે પણ આ ભૂલ કરશો તો થશે નુકસાન

વાસ્તવમાં, મહિલાને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો જેમાં વ્યક્તિએ પોતાને સૌરભ શર્મા તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તે બેંકમાંથી બોલી રહ્યો છે.

આપણે ભારતીયોને કોઈપણ વસ્તુ ગમે છે જે મફતમાં મળે છે અને આપણે મફત શબ્દ સાંભળતાની સાથે જ કોઈપણ વસ્તુ અથવા વ્યક્તિમાં સરળતાથી વિશ્વાસ કરીએ છીએ. મુંબઈની એક મહિલાએ ફ્રી-ફ્રીના ચક્કરમાં પોતાની મહેનતથી કમાયેલા 7 લાખ રૂપિયા ગુમાવ્યા છે.  વાસ્તવમાં, મહિલાને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો જેમાં વ્યક્તિએ પોતાને સૌરભ શર્મા તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તે બેંકમાંથી બોલી રહ્યો છે. સૌરભે મહિલાને ક્રેડિટ કાર્ડ ઓફર કર્યું અને શહેરની સ્પોર્ટ્સ ક્લબની ફ્રી મેમ્બરશિપ આપવાની વાત પણ કરી. ઓફર સાંભળીને મહિલા ખુશ થઈ ગઈ અને તેણે ક્રેડિટ કાર્ડ માટે સંમતિ આપી.

મહિલાએ સૌરવને તેનું આધાર કાર્ડ અને અન્ય અંગત માહિતી આપી જેથી ક્રેડિટ કાર્ડની પ્રક્રિયા શરૂ થઈ શકે. ત્યારબાદ સૌરભે મહિલાને કહ્યું કે તે એન્ડ્રોઈડ ફોન દ્વારા ઘરેથી ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરી શકે છે. જોકે મહિલા આઇફોન ચલાવતી હતી. ત્યારબાદ કૌભાંડીને અંજામ આપવા માટે સ્કેમરે મહિલાને મફતમાં એન્ડ્રોઇડ ફોન પણ આપ્યો હતો. ઘરે ફોન પહોંચાડવા માટે સ્કેમરે મહિલા પાસેથી તેનું સરનામું પણ લઈ લીધું હતું અને તે જ દિવસે ફોન ઘરે પહોંચાડી દીધો હતો.

સૌરભ શર્મા નામના સ્કેમરે ફોનમાં પહેલાથી જ બે એપ DOT Secure અને Secure Envoy Authenticator ઇન્સ્ટોલ કરી હતી. મહિલાનો ફોન આવતાની સાથે જ તેણે તેમાં સિમ કાર્ડ નાખ્યું અને ક્રેડિટ કાર્ડ એક્ટિવેશન શરૂ કર્યું. તેના થોડા સમય બાદ મહિલાને એક એસએમએસ મળ્યો જેમાં તેના ખાતામાંથી 7 લાખ રૂપિયા કપાઈ ગયા હતા. આ મેસેજ મળતા જ મહિલાને લાગ્યું કે તે કોઈ કૌભાંડનો શિકાર બની ગઈ છે અને પછી તેની સામે કેસ દાખલ કર્યો.

તમારી જાતને આ રીતે રાખો સુરક્ષિત

સ્કેમરે ચતુરાઈથી મહિલાની અંગત માહિતી ચોરી લીધી અને તેનો ઉપયોગ કરીને તેણીની મહેનતથી કમાયેલા રૂ. 7 લાખની ઉચાપત કરી. મહિલાની ભૂલ માત્ર એટલી હતી કે તેને મફતની લાલચ મળી અને અહીંથી કૌભાંડ શરૂ થયું. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારી અંગત માહિતી ક્યારેય કોઈની સાથે શેર ન કરો. ખાસ કરીને અજાણ્યા લોકોને ક્યારેય કંઈ ન કહો. જો તમને ક્યારેય આવો કોલ કે અન્ય કોઈ પ્રકારનો મેસેજ આવે તો તેને અવગણો અને આવા સ્કેમ્સથી પોતાને બચાવો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યોGandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Embed widget