Deesa cracker factory fire : બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 3ના મોત
Deesa cracker factory fire : બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 3ના મોત
બનાસકાંઠાના ડીસામાં બોઈલર ફાટતા ફટાકડાના ગોડાઉનમાં આગ. ત્રણના મોતની પોલીસે વ્યક્ત કરી આશંકા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટના કારણે આખું ગોડાઉન ધ્વસ્ત થઈ ગયું હતું. ડીસા જીઆઇડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ દોડી આવ્યા હતા.
પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં બે શ્રમિકો દાઝ્યા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ડીસા નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ. ડીસા તાલુકા પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે.



















