કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સાથે હવે RSVનો ખતરો,બાળકોમાં વધુ જોખમ, જાણો શું છે આરએસવી, જુઓ વીડિયો
કોરોનાની થર્ડવેવમાં એવી આશંકા છે કે, બાળકો વધુ પ્રભાવિત થઇ શકે છે. ડેલ્ટા સામે લડત લડી રહેલા અમેરિકામાં બે સપ્તાહથી 17 વર્ષ સુધીના લોકોમાં રેસપાઇટરી સિન્સીયલ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે અમેરિકા ચિંતિત છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટ્રર ફોર ડીસીઝ કંન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ જૂનથી જ RSVના કેસ આવવાના શરૂ થઇ ગયા હતા. ડેલ્ટા વરિયન્ટના પ્રકોપના કારણે હવે RSVના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ચિંતાજનક વાત તો એ છે કે, આ વાયરસનું સંક્રમણ શિયાળાની ઋતુમાં વધુ ફેલાય છે પરંતુ ગરમીની વચ્ચે આ વાયરસનો પ્રકોપ વધતા નિષ્ણાત પણ ચિંતિત છે. RSV પણ કોરોનાની જેમ ખાંસવાથી, છીંકવાથી ફેલાય છે,આંખ, નાક અને મોં દ્રારા આ વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. દરવાજા હેન્ડલ સહિતની વસ્તુની સપાટી દ્રારા પણ વાયરસની ઝપેટમાં આવી શકે છે. RSVના લક્ષણો વિશે વાત કરીએ તો આ વાયરસના સંક્મણમાં શરદી, ઉધરસની ફરિયાદ જોવા મળે છે. જો કે આ વાયરસ સંક્રમણથી બે સપ્તાહમાં રિકવરી આવી જાય છે. આ વાયરસનું સંક્રમણ વઘતા ફેફસાની સૌથી નાની ટ્યુબ, જેને બ્રોક્યોસ કહેવાય છે. તેમાં સોજો આવી જાય છે. તેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તાવ પણ આવે છે. આ સ્થિતિમાં બાળકને હોસ્પિટલ દાખલ કરવાની ફરજ પડે છે