Gondal Controversy: ગોંડલમાં સંઘર્ષના એંધાણ, પોલીસનો લોખંડી બંદોબસ્ત| Abp Asmita
Gondal Controversy: ગોંડલમાં સંઘર્ષના એંધાણ, પોલીસનો લોખંડી બંદોબસ્ત| Abp Asmita
વિવાદ વચ્ચે અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા છે. સમર્થકોએ અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું છે. અલ્પેશ કથીરિયાના સમર્થકોના કારના કાચ તોડ્યા છે. જીગીશા પટેલની કાર ઉપર પણ હુમલો થયો છે. જ્યારે અલ્પેશ કથીરિયાએ ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. જ્યારે અલ્પેશ કથીરિયા ગોંડલ અક્ષર મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા ત્યાં પણ તેમનો વિરોધ કરાયો છે.
ગોંડલ અને સુરતમાં રાજકીય ખેંચતાણનો માહોલ ગરમ થઈ રહ્યો છે. ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યારે સુરતમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. ગણેશ ગોંડલે પાટીદાર યુવાઓને પડકાર ફેંક્યો હતો. પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. પાટીદાર આગેવાન જિગીશા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતાં કહ્યું હતું કે, હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી. આ સમગ્ર કેસમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ સામસામે આવી ગયા છે અને સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરાઈ રહી છે,ગણેશ ગોંડલ અને અલ્પેશ કથીરિયાએ સામસામે પોસ્ટ કરી હતી જેમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે હુ 27 એપ્રિલે ગોંડલ આવી રહ્યો છુ,મારા સ્વાગતની તૈયારી કરજો,તો બીજી તરફ ગણેશ જાડેજાએ કટાક્ષ વાળી પોસ્ટ કરી છે કે,ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા તૈયાર રહેજો,ગોંડલની જનતા તૈયાર હોવાનું ગણેશ જાડેજાની પોસ્ટ છે.





















