શોધખોળ કરો
રાજકોટઃ ગોંડલ યાર્ડ બહાર વાહનોની લાગી કતાર, યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પરેશાન
ગોંડલ યાર્ડ બહાર 5 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જોકે હાલ ગોંડલ યાર્ડ બંધ હોવાના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર મગફળીનો પાક વેચવા આવેલા ખેડૂતોની લાંબી લાઇનો લાગી હતી. આ અંગે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે માર્કેટીંગ યાર્ડના સત્તાધિશોને ખ્યાલ જ છે કે મગફળીનું મબલખ આવક થવાની છે તો તેની યોગ્ય વ્યવસ્થા પણ તેમણે કરવી જોઈએ. આ અંગે યાર્ડના સત્તાધીશોએ કહ્યું હતું કે યાર્ડમાં અગાઉ મોટા પ્રમાણમાં મગફળીની આવક થતા યાર્ડમાં આવક બંધ કરી હતી. જે અંગે માર્કેટ યાર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે રવિવારે સાંજે 4 વાગ્યા પછી મગફળીની આવક શરૂ કરવામાં આવશે પરંતુ અમુક ખેડૂતો ગઈકાલ રાતથી જ યાર્ડ બહાર વહોનોની લાંબી કતારો લગાવી દીધી હતી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















