(Source: ECI/ABP News/ABP Majha)
Morbi Accident | મોરબીમાં અચાનક ખાડો આવતાં 3 યુવતીઓ એક્ટિવા સાથે નીચે પટકાઈ
Morbi Accident | ભારે વરસાદ બાદથી મોરબી શહેરમાં રસ્તાઓ પર ખાડા રાત જોવા મળી રહ્યું છે જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. ત્રણ દિવસ પહેલા જ લાતી પ્લોટમાં ટુબલરમાં પસાર થતી ત્રણ યુવતી ખાડાના કારણે નીચે પટકાઈ. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપ જોઈ શકો છો. ઘટનામાં યુવતીઓને ગંભીર ઈજા નથી થઈ પણ રસ્તા પરના ખાડાઓના કારણે વાહન ચાલકો અકસમાતનો ભોગ બની રહ્યા છે તેના પુરાવા છે આ સીસીટીવી. આ વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે મોરબીમાં તૂટેલા રસ્તા અને ખાડાના સમારકામની કામગીરી ચાલુ છે. હાલ વિવિધ ટીમ કાર્યરત છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખે લગાવ્યો આરોપ કે શહેર આખું ખાડામાં છે. યોગ્ય કામગીરી નથી થતી. સ્થાનિકોની માંગ છે કે રસ્તાને રિપેરિંગની કામગીરી ઝડપથી થાય. દર ચોમાસાની સીઝનમાં આવી સ્થિતિ સર્જાય છે જેનું પણ નિરાકરણ લાવવામાં આવે. મોરબીને વિકાસ મળશે એ કેદી.