Bomb Threat at Surat Vr Mall | સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SOG-PCBનો કાફલો ઘટનાસ્થળે
સુરતના વીઆર મોલમાં ફરી એકવાર બોમ્બ ધમકી મળતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ગત 9 એપ્રિલ બાદ આ વર્ષે આ બીજી ઘટના છે. આજે રક્ષાબંધનના તહેવારના દિવસે મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આજે બપોરે મોલના મેનેજમેન્ટને આ ધમકી મળી હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પોલીસે તાત્કાલિક મોલ ખાલી કરાવ્યો હતો અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડની મદદથી સમગ્ર મોલની તપાસ શરૂ કરી હતી. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
મોલમાં હાજર લોકોને બહાર કાઢવામાં આવતાં લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. રક્ષાબંધનના દિવસે મોલમાં ભારે ભીડ હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.





















