Surat News : સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસો.નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો
સુરત સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને દેશના દૂધ ઉદ્યોગમાં તેની શ્રેષ્ઠ કામગીરી અને આધુનિક ટેક્નોલોજી માટે ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત ઇન્ટર-ડેરી એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે.
સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો. નવી પારડી ડેરી પ્લાન્ટના 100 ટકા ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રોસેસિંગ ટેક્નોલોજી, પ્લાન્ટ ઓપરેશન અને સલામતી નિયંત્રણો માટે એવોર્ડ એનાયત થયો છે.. મુંબઈમાં આયોજીત સમારંભમાં સંઘના ચેયરમેન માનસિંહભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક, અન્ટ ડિરેક્ટર અને એમડી અરૂણ પુરોહિતે ઈન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો. સુમુલ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે. સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો, સમુલુ ડેરીના અધિકારીઓ અને સહભાગી અન્ય તમામને આ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા.