Surat News: અસામાજિક તત્વોનો આતંક, કડોદરામાં પિતા-પુત્ર પર કર્યો હુમલો
Surat News: અસામાજિક તત્વોનો આતંક, કડોદરામાં પિતા-પુત્ર પર કર્યો હુમલો
સુરતના કડોદરામાં અસામાજિક તત્વોનો આતંક. બાલાજી રેસિડેન્સમાં દુકાન ચલાવતા પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. દુકાનમાંથી ગેસની બોટલની ચોરી થઈ હતી. જેને લઈને દુકાનદારે પૂછપરછ કરતા કેટલાક શખ્સોએ પહેલા તો દુકાનદાર પિતા પુત્ર સાથે બોલાચાલી કરી. બાદમાં બંનેને ચપ્પુના ઘા ઝીંક્યા. ઈજાગ્રસ્ત પિતા -પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યા સારવાર દરમિયાન પુત્ર પ્રતીક પટેલનું મોત થયું.
મળતી માહિતી મુજબ બાલાજી રેસિડેન્સમાં દુકાન ચલાવતા પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. દુકાનમાંથી ગેસની બોટલની ચોરી થઈ હતી. જેને લઈને દુકાનદારે પૂછપરછ કરતા કેટલાક શખ્સોએ પહેલા તો દુકાનદાર પિતા પુત્ર સાથે બોલાચાલી કરી. બાદમાં બંનેને ચપ્પુના ઘા ઝીંક્યા. ઈજાગ્રસ્ત પિતા -પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યા સારવાર દરમિયાન પુત્ર પ્રતીક પટેલનું મોત થયું.