(Source: Poll of Polls)
Vadodara Rain | વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
વડોદરાના શિનોર તાલુકા પંથકમાં વિજળીના કડાકા ભડાકા, પવન સાથે ઘોઘમાર વરસાદ તૂટી પડ્યો હતો....મેઘ ગર્જના સાથે શિનોર પંથકમાં વરસાદ તુટી પડ્યો હતો.. અહીંયા વિજળીના ચમકારા સાથે ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો...શિનોર, સાધલી, સેગવા, સહિત શિનોર પંથક ના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો...દિવસભર ગરમી બફારા વચ્ચે રાત્રી દરમિયાન વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી...ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું.. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.... શહેરના છાણી, સમાં, નિઝામપુરા, ગોરવા, સયાજીગંજ, ફતેહગંજ, હરણી, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત શહેરના તમામ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.... વરસાદી ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે...દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ વિસ્તારોમાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડી શકે છે...જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.... 28 જૂન પછી, રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા વધી શકે છે.