Vadodara Student Suicide : MS યુનિ.માં અભ્યાસ કરતાં જમ્મુ-કશ્મીરના વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
Vadodara Student Suicide : MS યુનિ.માં અભ્યાસ કરતાં જમ્મુ-કશ્મીરના વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થી અભિષેક શર્માએ એમ. વિશ્વસરાયા હોલ ખાતે આત્મહત્યા કરી લેતા વિદ્યાર્થી આલમમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. અભિષેક શર્મા ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. સાથી વિદ્યાર્થીઓએ અભ્યાસના ટેન્શનમાં કૃત્ય કર્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
ટેકનોલોજી ફેકલ્ટીમાં ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કરી રહેલા જમ્મુ કાશ્મીરના અભિષેક શર્માએ મોડી રાત્રે સર એમ. વિશ્વેસ્વરાયા હોલ ખાતેના કોમન હોલમાં પંખે લટકી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ફતેહગંજ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક અભિષેકનો પાર્થિવ દેહ એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો, જ્યાં તેનું પીએમ કરવામાં આવશે. ફતેહગંજ પોલીસ આત્મહત્યા મામલે હાલ વધુ તપાસ કરી રહી છે. એફ.એસ.એલ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. એમ. વિશ્વેસરાયા હોલના 88 નંબરના રૂમમાં રહેતો જમ્મુ કાશ્મીરનો આ વિદ્યાર્થી.





















