Rajnath Singh In Bhuj : ‘જિતની દૈર મેં લોગ નાસ્તા પાની કરતે હૈ ઉતની દેર મેં દુશ્મનો કો નિપટા ડાલા..’
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે ભૂજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અહીંના વાયુ યોદ્ધાઓને અભિનંદન આપ્યા હતા. અહીં પોતાના ભાષણમાં પાકિસ્તાન પર કટાક્ષ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોનો નાશ કરી દીધો.
ઓપરેશન સિંદૂર પછી શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભૂજ એરબેઝ પહોંચ્યા. તે અહીં સૈનિકોને મળ્યા. રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે કહ્યું કે સમય આવશે ત્યારે તેઓ આખું ચિત્ર બતાવશે. સંરક્ષણ મંત્રીએ ભારતીય વાયુસેનાની ખૂબ પ્રશંસા કરી છે.





















