કાશ્મીરમાં શહીદ થયેલા જવાનનો પાર્થિવદેહ એરપોર્ટ અમદાવાદ પહોંચ્યો, ગૃહમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી
અમદાવાદ: જમ્મુ કશ્મીરના પુલવામામાં ગઇકાલે પોલીસ લાઈનમાં થયેલા આતંકી હુમલામાં આઠ જવાનો શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં અમદાવાદનો યુવાનનો પણ સમાવેશ થાય છે. શહેરના નરોડા વિસ્તારમાં અમરદિપ પાર્કમાં રહેતો જવાન દિનેશ દીપકભાઇ બોરસે શહીદ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દિનેશના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
દિનેશ બોરસે છેલ્લા બાર વર્ષથી સીઆરપીએફમાં કાર્યરત હતો. જ્યારે દિનેશ 4 વર્ષની પુત્રી અને 3 મહીનાના પુત્રનો પિતા હતો. બે દિવસ પહેલાં દિનેશે મિત્ર સાથે વાત કરતાં કહ્યું હતું કે, પહેલાં આતંકીઓને મારીશ અથવા તિરંગામાં લપેટાઇને જ ઘરે આવીશ. દિનેશના પિતા દિપકભાઇ બોરસે પણ હાલ એસઆરપી કેમ્પ અમદાવાદમાં ફરજ બજાવે છે.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
