મૂળ ગાંધીનગરનો રહેવાસી અશોક હાલમાં જીપીએસસીની તૈયારી કરે છે. ઘણી બધી છોકરીઓ અને મહિલાઓ સાથે તેણે મિત્રતા કેળવીને શરીર સુખ માણવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ અશોક સામે ફરિયાદ નોંધાવ્યા બાદ બીજી બે મહિલાઓ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હતી.
2/6
5 દિવસ સુધી તે ત્રણેય ચોટીલા, સુરેન્દ્રનગર, થાન વગેરે જગ્યાએ લઈ ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ પરિણીતાને અશોકને બોલવાની ના પાડી દેતાં તેણે પરિણીતાને લાફા ઝિંકી દીધા હતાં અને બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારે અશોકે કહ્યું હતું કે, તારા જેવી તો ઘણી છોકરીઓ મારી પાસે છે, તેમ કહેતા આ અંગે પરિણીતાને ફરિયાદ નોંધાવતા પોલીસે અશોકની ધરપકડ કરી છે.
3/6
ત્યારબાદ અશોકે પરિણીતાને ફોન કરીને મિત્રતા રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણીતાએ તેને ના પાડી દીધી હતી. લગભગ 10 દિવસ પહેલા પ્રોફેસર સુરત હતા ત્યારે અશોક પરિણીતા ઘરે આવ્યો હતો અને તેની સાથે અડપલાં કરીને પુત્રના જમણા હાથના કાંડે લાલ દોરો બાંધી દીધો હતો. તે દોરા વિશે અશોકે કહ્યું હતું કે ચોટીલા ચામુંડા માતાની બાધા રાખી છે, તમારા ઘરમાં સારું થઈ જશે તેમ કહીને દર્શન કરવાના બહાને પરિણીતા અને પુત્રને લઈને ગયો હતો.
4/6
પરિણીતાનાં લગ્ન 20 વર્ષ પહેલા પ્રોફેસર સાથે થયાં હતાં. સંતાનમાં તેમને 10 વર્ષનો પુત્ર છે. જોકે પ્રોફેસર પીએચડી કરવા માટે બે વર્ષથી સુરત ગયો હતો. દોઢ વર્ષ પહેલા પરિણીતા ખરીદી કરવા ગઈ હતી ત્યારે તેની બહેનપણી ત્યાં મળી ગઈ હતી. બહેનપણી સાથે અશોક નામનો યુવાન પણ હતો. જેથી તે સમયે અશોકે અને પરિણીતા એક બીજાના ફોન નંબરની આપલે કરી હતી.
5/6
જોકે અમદાવાદ પરત આવ્યા બાદ પણ તે અવાર-નવાર પ્રોફેસરની પત્નીના ઘરે જઈને હેરાન-પરેશાન કરતો હોવાથી આખરે પ્રોફેસરના પત્નીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
6/6
અમદાવાદ: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા કોલેજના પ્રોફેસર પીએચડી કરવા માટે સુરત ગયા હોવાની તકનો લાભ લઈને જીપીએસસીના તાલીમાર્થીએ તેમના પત્ની સાથે મિત્રતા થઈ હતી. એટલું જ નહીં પ્રોફેસરના પુત્રને લાલ રંગનો દોરો પહેરાવીને ચોટીલા ચામુંડા માતાની બાધા પૂરી કરવાના બહાને મા-દીકરાને પાંચ દિવસ માટે ફરવા લઈ ગયો હતો. જ્યાં તેણે પ્રોફેસરની પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો હતો.