શોધખોળ કરો
Navratri Recipe: મીઠાઈમાં બનાવો દૂધી અને કેળાની મલાઈદાર ખીર, જાણો સરળ રેસિપી
કેટલાક લોકો નવરાત્રીમાં પૂરા 9 દિવસનું વ્રત રાખે છે તો કેટલાક પ્રથમ નોરતા અને આઠમના દિવસે વ્રત રાખતા હોય છે.

નવી દિલ્હીઃ કેટલાક લોકો નવરાત્રીમાં પૂરા 9 દિવસનું વ્રત રાખે છે તો કેટલાક પ્રથમ નોરતા અને આઠમના દિવસે વ્રત રાખતા હોય છે. ઘણાં લોકો વ્રતમાં ફરાળ આરોગતા હોય છે. 17 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. એવામાં નવરાત્રિમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવવાની પરંપરા હોય છે. આવો જાણીએ આવી જ એક મીઠાઈની રેસિપી વિશે.
દૂધી અને કેળાની ખીર
તમે દૂધૂની ખીર, હલવો અને બર્ફી તો ઘણા ખાથા હશે. કેળાની પણ અનેક રેસિપીનો સ્વાદ માણ્યો હશે. તો આ વખતે નવરાત્રી વ્રતમાં ખાવા માટે બનાવો દૂધી અને કેળાની ખીર. આવો જાણીએ તેની રેસિપી વિશે.
સામગ્રી
800 ગ્રામ ફુલ ક્રીમ દૂધ
400 ગ્રામ છીણેલી દૂધી
છૂંદેલા 2 પાકા કેળા
30 ગ્રામ માવો
20 ગ્રામ કાપેલી બદામ
10 ગ્રામ ચારોળી
10 ગ્રામ કાપેલા કાજુ
90 ગ્રામ બ્રાઉન સુગર
1 ચમચી એલચી પાવડર
25 ગ્રામ ઘી
8-10 કેસર
બનાવાવની રીત
1. પેનમાં ઘી ગરમ કરો.
2. તેમાં કાજુ અને બદામ ફ્રાઈ કરો. કેટલાક કાજુ-બદામ સજાવેટ માટે અલગથી રાખો.
3. હવે તેમાં દૂધી નાંખી ધીમા તાપ પર 8-10 મિનિટ સુધી ગરમ કરો.
4. દૂધ નાંખી અને 25 મિનિટ સુધી ધીમા તાપ પર ગરમ કરો.
5. વચ્ચે વચ્ચે હલાવતા રહો. હવે ખાંડ અને માવો ભેળવીને 2-3 મિનિટ સુધી પાકવા દો.
6. હવે એલચી પાઉડર અને કેસર નાંખો.
7. ખીરને સામાન્ય તામાન પર ઠંડી થવા દો. હવે કેળા નાંખીને મિક્સ કરો.
કાજુ અને બદામથી સજાવ કરી સર્વ કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
