શોધખોળ કરો

Holi 2024: શામળાજીમાં રંગોત્સવ ઉજવાયો, ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રમાડાઇ હોળી, ભક્તોનું ઘોડાપુર

આજે હોળીનો પાવન અવસર યાત્રાધામ શામળાજીમાં ભગવાન સાથે ધામધૂમથી મનાવાયો હતો. શામળાજી ખાતે આજે વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા

Holi 2024: આજે હિન્દુ ધર્મ અનુસાર ફાગણ સુદ પૂનમનો દિવસ છે, આજે હિન્દુઓ ધર્મના લોકો માટે પવિત્ર હોળીનો તહેવાર છે, ઠેર ઠેર મંદિરોમાં આજે ભગવાન હોળી રમી રહ્યાં છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ ભગવાન શામળિયાને હોળીના રંગોથી રંગવામા આવ્યા, આજે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ચાંદીની પિચકારીથી ભગવાન શામળિયાને રંગ લગાવવામાં આવ્યો હતો, આ દરમિયાન મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો ઉમટ્યા હતા. 

Holi 2024: શામળાજીમાં રંગોત્સવ ઉજવાયો, ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રમાડાઇ હોળી, ભક્તોનું ઘોડાપુર

આજે હોળીનો પાવન અવસર યાત્રાધામ શામળાજીમાં ભગવાન સાથે ધામધૂમથી મનાવાયો હતો. શામળાજી ખાતે આજે વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ હતુ. આજના હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને મંદિરમાં વિશેષ સફેદ કૉટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ-શણગાર કરાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે મંદિરમાં ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરીને હોળી પણ રમાડવામાં આવી હતી, પીચકારીથી અબીલ ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો, આ દરમિયાન મંદિર પરિસરમાં હજારો ભક્તો હોળી મહોત્સવમાં જોડાયા હતા.

Holi 2024: શામળાજીમાં રંગોત્સવ ઉજવાયો, ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રમાડાઇ હોળી, ભક્તોનું ઘોડાપુર

ઉલ્લેખનીય છે કે, આજના દિવસે કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે, યાત્રાધામ શામળાજીમાં પણ આ જ પ્રકારે રંગોત્સવની ઉજવણી થઇ. આ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા હતા, સાથે પરિવારના મંગળની કામના પણ કરી હતી. આજે હિન્દુ કેલેન્ડર પ્રમાણે, ફાગણ સુદ પૂનમનો દિવસ છે, આજે વિક્રમ સંવત 2080ના વર્ષની મોટી પૂનમ નિમિત્તે હિન્દુ ધર્મના લોકો મંદિરોમાં જઇને હોળી મહોત્સવ મનાવી રહ્યાં છે. આજથી હોળાષ્ટકની સમાપ્તિ થઇ છે, આવતીકાલે પ્રજાજનો એકબીજાને રંગો લગાવીને ધૂળેટી મનાવશે.

હોલિકા દહન પૂજા વિધિ

હોલિકા દહનની પૂજા માટે સૌ પ્રથમ ઉપાસકોએ હોલિકા પાસે જઈને પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ. આ પછી, પૂજા સામગ્રી લો જેમાં પાણી, રોલી, અક્ષત, ફૂલો, કાચો કપાસ, ગોળ, આખી હળદર, મગ, ગુલાલ અને પતાશા સાથે નવા પાક એટલે કે ઘઉં અને ચણાના પાકેલા પાકનો સમાવેશ થાય છે. આ પછી હોલિકા પાસે ગાયના છાણથી બનેલી માળા રાખો. જો શક્ય હોય તો, હોલિકા દહનની સામગ્રીને અગ્નિ તત્વ, દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. હવે સૂતરની આંટીને હોલિકાની આસપાસ ત્રણ કે સાત વાર વીંટાળવો, પ્રથમ પૂજનીય શ્રી ગણેશનું ધ્યાન કરતી વખતે હોલિકા અને ભક્ત પ્રહલાદને બધી વસ્તુઓ અર્પણ કરો અને તેમની પૂજા કરો. ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને વંદન કરો અને તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. હોલિકા દહન પછી, અગ્નિને જળ અર્પણ કરો અને અગ્નિદેવને પ્રણામ કર્યા પછી તેની પ્રદક્ષિણા કરો

હોલિકા પૂજાનું મહત્વ

આપણા તમામ ધાર્મિક ગ્રંથોમાં હોલિકા દહનના શુભ મુહૂર્ત પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. નારદ પુરાણ અનુસાર, ભાદ્રા વિના પ્રદોષ કાળમાં ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે અગ્નિ પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. હોલિકા દહનના સમયે પરિવારના તમામ સભ્યોએ નવા ધાન્ય એટલે કે ઘઉં, જવ અને ચણાના લીલા કાન લઈને પવિત્ર અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં શુભતા આવે છે. ધર્મના રૂપમાં હોળીની અગ્નિ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી લોકો આ અગ્નિને પોતાના ઘરે લાવે છે અને તેને બાળે છે. કેટલીક જગ્યાએ આ અગ્નિથી અખંડ દીપક પ્રગટાવવાની પરંપરા છે.એવું માનવામાં આવે છે કે આનાથી માત્ર દુઃખો જ દૂર નથી થતા પરંતુ સુખ-સમૃદ્ધિ પણ મળે છે.

માન્યતા અનુસાર ફાગણ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને ઉપવાસ અને હોલિકાની અગ્નિની પૂજા કરવાથી મનુષ્યની તમામ પરેશાનીઓનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હોલિકા દહનના દિવસે હોળીની પૂજા કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Spain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલJ&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget