શોધખોળ કરો
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!

પ્રેમાનંદ મહારાજ
1/6

મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ દિવસે શિવ મંદિરોમાં જળ ચઢાવવા અને મહાદેવની પૂજા કરવા માટે ભક્તોની ભારે ભીડ હોય છે.આ દિવસે ભક્તો ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક હોય છે અને પૂજા અને ઉપવાસ કરે છે.
2/6

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ કાશીના રહેવાસી છે. તેમણે કેટલીક એવી વાતો જણાવી છે જેના દ્વારા મહાશિવરાત્રીના દિવસે મહાદેવના વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્વ છે.
3/6

પ્રેમાનંદ મહારાજ કહે છે કે મહાદેવની પૂજા માટે મોંઘી સામગ્રીની જરૂર નથી. તે ભગવાન છે જે થોડા જળથી જ ખુશ થવાના છે. તમે મહાદેવને જળ અર્પણ કરીને પણ ખુશ કરી શકો છો.
4/6

પ્રેમાનંદ મહારાજના મતે મહાદેવને ધતુરા, બીલીપત્રના પાન, આંકડાના ફૂલ અને ગંગાજળ ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે.
5/6

આગળ તેઓ કહે છે કે મહાદેવ ખૂબ જ દયાળુ છે, તેઓ આશુતોષ છે અને કરુણાના સાગર છે. તેમની ઉપાસના કરવાથી જ્ઞાન, ભક્તિ, ત્યાગ અને ભગવાનની ઈચ્છા મુજબની પ્રાપ્તિ થાય છે.
6/6

માન્યતાઓ અનુસાર, આ વિશ્વના તમામ નાના-મોટા શિવલિંગોમાં ભગવાન શિવ મહાશિવરાત્રીના દિવસે દિવ્ય સ્વરૂપમાં લીન થઈ જાય છે અને ભક્તોની પૂજા સ્વીકારે છે. ભગવાન શ્રીહરિ એટલે કે વિષ્ણુને પણ મહાશિવરાત્રીનો દિવસ પ્રિય છે.
Published at : 25 Feb 2025 05:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
