શોધખોળ કરો

Navratri 2024: ગુજરાતના આ સ્થળે મહિલાઓના કપડાં પહેરીને ગરબે રમે છે પુરુષો,200 વર્ષ જૂની છે પરંપરા

Men Performs Garba Dress Up As Women: સામાન્ય રીતે નવરાત્રિ દરમિયાન, તમે પુરુષો અને સ્ત્રીઓને ગરબા રમતા જોશો. પરંતુ ગુજરાતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં પુરુષો સાડી પહેરીને ગરબા રમે છે.

Men Performs Garba Dress Up As Women: શારદીય નવરાત્રિ આજથી એટલે કે 3જી ઓક્ટોબરથી શરૂ થઈ છે. નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના કરોડો લોકો આગામી 9 દિવસ સુધી માતાની ભક્તિમાં લીન જોવા મળશે. વિવિધ સ્થળોએ દેવી માતા માટે પંડાલો શણગારવામાં આવશે. જ્યાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળશે. ભારતમાં અલગ-અલગ સ્થળોએ નવરાત્રિ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

તો બીજી તરફ ગુજરાતમાં દરેક નવરાત્રીમાં ગરબા ખૂબ રમવામાં આવે છે અને હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અનેક અલગ-અલગ શહેરોમાં નવરાત્રિમાં ગરબા રમાય છે. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષો સાથે મળીને ગરબા રમે છે. અથવા મહિલાઓ સાથે મહિલાઓ કે પુરૂષો સાથે અન્ય પુરૂષો ગરબે રમે છે પરંતુ ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં પુરુષો ગરબા રમે છે પણ સ્ત્રીઓના વેશમાં.

પુરુષો સ્ત્રીઓની જેમ સાડી પહેરીને ગરબા રમે છે
તમે નવરાત્રીના અવસર પર મહિલાઓને ગરબા રમતી ઘણી જોઈ હશે. તો તેમની સાથે પુરુષો પણ ગરબા રમતા જોવા મળે છે. પણ શું તમે ક્યારેય આપણા પુરુષોને સ્ત્રીઓની જેમ સાડી અને બ્લાઉઝ પહેરીને ગરબા રમતા જોયા છે? જો તમે ન જોયું હોય તો તમે અમદાવાદના શાહપુર વિસ્તારમાં જશો તો તમને આ દ્રશ્ય જોવા મળશે.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં સાધુ માતા ગલી અને અંબા માતાના મંદિરમાં નવરાત્રિ દરમિયાન સાડી પહેરેલા પુરુષો ગરબા રમે છે. નવરાત્રિના આઠમા દિવસે આ વિસ્તારના તમામ પુરૂષો મહિલાઓની જેમ પોશાક પહેરીને સાડી પહેરીને ગરબા રમવા આવે છે. તેમને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

આ પરંપરા 200 વર્ષ જૂની છે
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન શાહપુર વિસ્તારમાં સાડી પહેરીને બડૌત સમુદાયના પુરુષો ગરબા રમે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વિસ્તારમાં લગભગ 200 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. આની પાછળની વાર્તા કહેવામાં આવે છે કે બડૌત સમુદાયના પુરુષોને સાદુબા નામની મહિલાએ શ્રાપ આપ્યો હતો.

આ શાપથી બચવા તેઓ નવરાત્રી દરમિયાન સાડી પહેરીને ગરબા રમે છે. તેને શેરી ગરબા કહે છે. અને આ નવરાત્રીના આઠમા દિવસે જ આમ કરવામાં આવે છે. આ સમુદાય સાથે જોડાયેલા લોકો માને છે, આમ કરવાથી તેમના સમુદાય પર કોઈ સમસ્યા કે આફત આવતી નથી.

આ પણ વાંચો...

Rain Forecast: પહેલા નોરતે જ અહીં તૂટી પડશે વરસાદ, આ વિસ્તારો માટે આજે વરસાદની આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
Advertisement

વિડિઓઝ

Dang Waterlogged: ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ
Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે મચાવી તબાહી, લોકોના ઘરોમાં ઘૂસ્યા અંબિકા નદીના પાણી
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
ડોનાલ્ડ ટ્રમ્પ આ ભારતીયોને H-1B વિઝામાં આપી શકે છે છૂટ, નહિ આપવા પડે 1 લાખ ડોલર
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
Navratri 2025: નવરાત્રીમાં અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરશો? આ બાબતોનું રાખો ધ્યાન
IMD Weather Forecast:બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાશે સિસ્ટમ, આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
IMD Weather Forecast:બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાશે સિસ્ટમ, આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
ઘર પર રહેવાનું પસંદ કરે છે Gen Z , સપ્તાહમાં ફક્ત 49 મિનિટ બહાર વિતાવે છે, જાણો કારણ?
ઘર પર રહેવાનું પસંદ કરે છે Gen Z , સપ્તાહમાં ફક્ત 49 મિનિટ બહાર વિતાવે છે, જાણો કારણ?
Embed widget