શોધખોળ કરો

Gujarat Crime : યુવતીને મકાન બતાવવાનું કહી યુવક લઈ ગયો મહેસાણા ને પછી.....

Mehsana News: પાલનપુરમાં રહેતી પરપ્રાંતીય યુવતી તેની માસીના ઘરે હડાદ ગઈ હતી ત્યારે તેની માસીના ઘરેથી એક દંપતીએ મહેસાણા લઈ જઈ ચેતન પટેલ સાથે લગ્ન કરાવ્યા હતા.

Mehsana Crime News: પાલનપુરની યુવતીને મહેસાણા મકાન બતાવવાનું કહી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતી પરપ્રાંતીય યુવતી તેની માસીના ઘરે હડાદ ગઈ હતી ત્યારે તેની માસીના ઘરેથી એક દંપતીએ મહેસાણા લઈ જઈ ચેતન પટેલ સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવકનું ઘર બતાવવાનું કહી મહેસાણા લઈ ગયા હતા. મહેસાણામાં યુવકે યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરનાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ દાંતાના હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બિહારમાં યુવકને છત પરથી ફેંકી દીધો

બિહારના મુંગેરના કાસીમ બજાર પોલીસ સ્ટેશનના બડી બજારના રહેવાસી રિઝવાનના પુત્ર ગુફરન (24)નું શનિવારે પટનાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃત્યુના સમાચાર સાંભળતા જ સંબંધીઓ અને પડોશીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટીબજારમાં મૃતદેહને રોડની વચ્ચે રાખીને સગાસંબંધીઓએ આરોપીઓની ધરપકડની માંગ શરૂ કરી હતી. હંગામાની માહિતી મળતાં જ સદર એસડીપીઓ, ખડગપુર ડીએસપી, તારાપુર ડીએસપી, સદર બીડીઓ વિકાસ કુમાર, કોતવાલી, કાસિમ બજાર, પૂર્વસરાય ઓપી, સફિયાસરાય ઓપી સહિત મોટી સંખ્યામાં જવાનો ત્યાં પહોંચ્યા હતા. મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાક બાદ મામલો શાંત થયો. તેની માતા સમિના ખાતુને જણાવ્યું કે, થોડા મહિના પહેલા તે શાસ્ત્રી ચોક સ્થિત ઓટોમાં બાઇક સર્વિસનું કામ કરતો હતો. ત્યાં સમયસર મજૂરી ન મળતાં કામ છોડી દીધું હતું અને ગંગા ઓટોમાં લાગી ગયા. શુક્રવારે તે ત્રણ મહિનાનું વેતન લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન કૃષ્ણા ઓટો દુકાનના માકાન માલિક કુલકુલ ગુપ્તા અને તેના પુત્રએ છત પર બોલાવી પહેલા મારપીટ કરી અને બાદમાં છત પરથી ફેંકી દીધો. ગુફરાન બે ભાઈઓમાં નાનો ભાઈ હતી.

ઈસ્તંબુલ બ્લાસ્ટનો શકમંદ ઝડપાયો

તુર્કીના ઈસ્તંબુલમાં મોટા આત્મઘાતી હુમલામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અનાદોલુ એજન્સીના જણાવ્યા અનુસાર, ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ સોમવારે (14 નવેમ્બર) જણાવ્યું હતું કે ઇસ્તંબુલમાં બોમ્બ વિસ્ફોટ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. રવિવારે સાંજે ઇસ્તંબુલની મધ્યમાં એક વ્યસ્ત વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા અને 81 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ અલ જઝીરાએ સૂત્રોને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે હુમલામાં ત્રણ લોકો સામેલ હતા, જેમાંથી એક મહિલા અને બે યુવકો છે. હુમલા બાદ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં આવ્યા હતા. જેમાં વિસ્ફોટના સ્થળે એક શંકાસ્પદ મહિલા ગલીની અંદર બેગ મૂકીને બહાર આવતી જોવા મળી હતી. થોડીવાર પછી જોરદાર વિસ્ફોટ થયો. આ બેગમાં બોમ્બ હોવાનું માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget