શોધખોળ કરો

તલોદઃ કોંગ્રેસના નેતાએ યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, કહેતોઃ તારા શરીર પર મારો હક, પતિને પણ અડકવા નહીં દેતી....

'તારા ધણીને પણ તારા શરીરને અડવા નહીં દેવાનું. તારા શરીર પર ફક્ત મારો જ હક છે. હું કહું એ જ તારે કરવાનું અને હું કહું ત્યાં જ તારે બેસવાનું તેવી ધમકી બતાવતો હતો. સાત વર્ષથી મારી જોડે રિલેશન રાખતો હતો.'

તલોદઃ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના નેતાએ યુવતી પર સતત સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ભોગ બનનાર યુવતીએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, રાજુ શાહ, જે કોર્પોરેટર છે. તે સાત વર્ષથી મારી જોડે જબરજસ્તી સંબંધ રાખતો હતો. મારઝૂડ કરતો, ત્રાસ આપતો, ઘેર આવતો અને મારી નાંખવાની ધમકી બતાવતો. જબરજસ્તી શારીરિક સંબંધ બનાવતો હતો. સંબંધ ન રાખે તો મારી નાંખવાની ધમકી આપતો હતો. તારા ધણીને પણ તારા શરીરને અડવા નહીં દેવાનું. તારા શરીર પર ફક્ત મારો જ હક છે. હું કહું એ જ તારે કરવાનું અને હું કહું ત્યાં જ તારે બેસવાનું તેવી ધમકી બતાવતો હતો. સાત વર્ષથી મારી જોડે રિલેશન રાખતો હતો. તેણે ઉમેર્યું હતું કે, હું એનાથી ગભરાતી હતી કારણ કે, તે ડોન જેવો હતો, મોટો માણસ છે એટલે મને બીક લાગતી હતી. આ જ કારણસર તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેણે તલોદ સિવિલ હોસ્પિટલમાં મારું એબોર્શન કરાવ્યું હતું. બે ડોક્ટર હાજર અને અને મારું જબરજસ્તી એબોર્શન કરાવ્યું. આ અંગેની વિગતો એવી છે કે, તલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા રાજુ શાહે સાત વર્ષ પહેલા એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા. રાજુ શાહે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા સાત વર્ષથી રાજુ શાહ યુવતી સાથે કપટથી લગ્ન કરીને બળાત્કાર ગુજારતો હતો. આ સાત વર્ષ દરમિયાન યુવતીએ એક બાળકને જન્મ આપ્યો છે. જ્યારે એકવાર રાજુ શાહે બળજબરીથી એબોર્શન પણ કરાવ્યું હોવાનો આક્ષેપ યુવતીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે. યુવતીએ તલોદ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા રાજુ શાહ સામે પોલીસ ફરિયાદ કરી છે. યુવતીએ ખોટા લગ્ન કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે કે, કોંગ્રેસના નેતાએ ફરિયાદી સાથે અવાર-નવાર બળજબરીથી મરજીવિરુદ્ધ શરીર સુખ માંણ્યું હતું. એટલું જ નહીં, જોગણીતાના મંદિરમાં લઈ જઈ કપટપૂર્વક માંગ ભરી મંગળસૂત્ર પહેરાવી પરાણે પત્ની બનાવી હતી. તેમજ વારંવાર પરાણે શારીરિક સંબંધથી તે એક બાળકની માતા પણ બની હતી. તેમજ બીજી વખત ગર્ભવતી થતાં પરાણે એબોર્શન કરાવી દીધું હતું અને યુવતી સાથે મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Embed widget