શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી શાળા-કોલેજો ખોલવાની આપી મંજૂરી, જાણો ક્યા ધોરણના વિદ્યાર્થીના ક્લાસ શરૂ કરી શકાશે ?
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) બહાર પાડી હતી.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત કોલેજો ખોલવાની પણ મંજૂરી મળતાં 21 સપ્ટેમ્બરથી દેશની શાળા-કોલેજોના વર્ગોમાં અભ્યાસ શરૂ થઈ જશે. અલબત્ત વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જવું ફરજિયાત નથી. વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે શાળામાં હાજરી આપવી કે નહીં એ નક્કી કરી શકશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) બહાર પાડી છે. 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે કહ્યું છે કે, શાળા પોતાના વર્ગખંડોમાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
કેન્દ્ર સરકારે બહાર પાડેલી એસઓપી પ્રમાણે, સ્કીલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સ પણ 21 સપ્ટેમ્બરથી ખોલી શકાશે. આ ઉપરાંત હાયર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ કે જ્યાં Ph.D, ટેકનિકલ તથા પ્રોફેશનલ પ્રોગ્રામ ચાલે છે lscp લેબોરેટરી, એક્સપિરીમેન્ટલ વર્કની જરૂર છે એવી સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ વિભાગની સલાહ બાદ ખોલી શકાશે.
આ સિવાય ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (ITI), નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ મિશનમાં રજિસ્ટર્ડ શોર્ટ ટર્મ ટ્રેનિંગ સેન્ટર, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, અન્ય ટ્રેનિંગ પ્રોવાઈડર ઈન્સ્ટિટ્યુટ્સ પણ ખોલી શકાશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement