(Source: ECI/ABP News/ABP Majha)
Bollywood : 15 વર્ષે જ પલકને હતો બોયફ્રેન્ડ, ડેટ પર જતા રોકવા શ્વેતા આપતી આવી ધમકીઓ
જોકે, અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેની માતા શ્વેતા તિવારી તેને ડેટિંગથી રોકવા માટે ઘણી અને જુદી જુદી યુક્તિઓ અપનાવે છે.
Palak Tiwari On Mother Shweta Tiwari: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ ખૂબ જ લોકપ્રિય છે અને સોશિયલ મીડિયા પર સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે. પલકે તાજેતરમાં જ સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. માત્ર 22 વર્ષની પલકની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. પલક પણ તેની માતા શ્વેતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. જોકે, અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેની માતા શ્વેતા તિવારી તેને ડેટિંગથી રોકવા માટે ઘણી અને જુદી જુદી યુક્તિઓ અપનાવે છે.
નાની હતી ત્યારે શ્વેતા તિવારીએ પલકને ડેટ પર જતા કેવી રીતે રોકી?
બૉલીવુડ બબલ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં પલક તિવારીએ તેના બાળપણના ઘણા કિસ્સાઓ વિશે વાત કરી હતી અને કેટલીક ક્ષણો પણ યાદ કરી જ્યારે તેની માતા શ્વેતા તિવારીએ તેને રંગે હાથે પકડી પાડી હતી. દરમિયાન, પલકએ ખુલાસો કર્યો કે, જ્યારે તે ટીનેજર હતી અને છોકરા સાથે ડેટ પર જવા માટે તેની માતા સામે જૂઠું બોલતી હતી, ત્યારે તેની માતા શ્વેતા તિવારી તેને તરત જ પકડી પાડતી હતી.
પલકે ખુલાસો કર્યો હતો કે, મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે હું ઘણું જૂઠું બોલતી હતી અને લોકો મને પકડી જ પાડતા હતા. મારી માતા કહેતી હતી કે, તું જૂઠું બોલવાની જહેમત કેમ ઉઠાવે છે? તુ બે જ કલાકમાં પકડાઈ જઈશ. જ્યારે હું 15 કે 16 વર્ષની હતી ત્યારે મારો એક બોયફ્રેન્ડ હતો. જ્યારે તમારો સ્કૂલમાં બોયફ્રેન્ડ હોય અને ત્યારે તમને મોલમાં જવાનું ખુબ જ ગમે છે. તેથી હું તેની સાથે મૉલમાં જતી હતી. જ્યારે હું મારી મમ્મીને કહેતી કે, હું હાઈડ એન્ડ સીક રમવા માટે નીચે જઈ રહી છું. મારી માતાએ કહ્યું હતું કે ઠીક છે પણ તે શહેરમાં નહોતી અને પછી તેને ખબર પડી કે, હું ગેમ નથી રમતી પણ મોલમાં હતી. આ જાણી તેને ખુબ જ ગુસ્સો આવ્યો. મજાની વાત એ હતી કે, મારી મા કહેતી હતી કે હું તને ગામડે મોકલી દઈશ, તારા વાળ કાપી નાખીશ.
View this post on Instagram
ઈબ્રાહિમ અલી ખાન સાથે ડેટિંગની અફવાઓ પર પલકે કહ્યું કે...
તેના પ્રોફેશનલ કરિયર ઉપરાંત, પલક તિવારી તેના અંગત જીવન માટે પણ ઘણી વાર ચર્ચામાં રહે છે. પલક વિશે ઘણા સમયથી અફવા છે કે, તે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે. આ અફવાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે બંને ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા. હાલમાં જ બંને વેકેશન પર પણ સાથે જોવા મળ્યા હતા. જ્યારે પલક એક વખત આવી તમામ અટકળો પર પ્રતિક્રિયા આપી હતી. એક ઈન્ટરવ્યુમાં પલકએ કહ્યું હતું કે, તે અને ઈબ્રાહિમ એકબીજાને માત્ર ખાસ પ્રસંગોએ જ મળે છે અને તેઓ ભાગ્યે જ રેગ્યુલર બેઝ પર મળતા હોય છે.