![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Kim Sharma Breakup: બે વર્ષ બાદ કિમ શર્મા અને લિએન્ડર પેસ થયા અલગ ! બ્રેકઅપના અહેવાલો વચ્ચે એક્ટ્રેસે ડિલીટ કરી તસવીરો
વાસ્તવમાં કિમ શર્મા ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસને લાંબા સમયથી ડેટ કરી રહી છે
![Kim Sharma Breakup: બે વર્ષ બાદ કિમ શર્મા અને લિએન્ડર પેસ થયા અલગ ! બ્રેકઅપના અહેવાલો વચ્ચે એક્ટ્રેસે ડિલીટ કરી તસવીરો Kim Sharma Breakup: Kim Sharma Deletes Social Media Posts With Leander Paes Amid Breakup Rumours? Kim Sharma Breakup: બે વર્ષ બાદ કિમ શર્મા અને લિએન્ડર પેસ થયા અલગ ! બ્રેકઅપના અહેવાલો વચ્ચે એક્ટ્રેસે ડિલીટ કરી તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/bb30bf1ba91615dc6e1e2f42d1e0a6d9168059694478874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kim Sharma-Leander Paes Breakup: ફિલ્મ 'મોહબ્બતેં'માં પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવનાર અભિનેત્રી કિમ શર્મા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. સમાચાર અનુસાર, અભિનેત્રી લિએન્ડર પેસથી અલગ થવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો ઇ-ટાઇમ્સે કર્યો હતો. જોકે કિમ અને લિએન્ડરે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ હાલમાં જ કિમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લિએન્ડરની તમામ તસવીરો હટાવીને બ્રેકઅપના સમાચાર પર મહોર લગાવી દીધી છે.
View this post on Instagram
કિમે લિએન્ડર સાથેના ફોટા ડિલીટ કર્યા
વાસ્તવમાં કિમ શર્મા ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસને લાંબા સમયથી ડેટ કરી રહી છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા નથી. સોશિયલ મીડિયા પર પણ આ કપલ ખુલ્લેઆમ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. કિમે હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લિએન્ડરની તમામ યાદોને ભૂંસી નાખી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે લિએન્ડરે કિમની તસવીરો ડિલીટ કરી નથી અને બંને હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે.
બંનેના સંબંધોની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી
બંને વચ્ચેના સંબંધોની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. જે પછી વર્ષ 2022માં આ કપલે તેમની પહેલી એનિવર્સરી એકસાથે સેલિબ્રેટ કરી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
લિએન્ડર પેસ પહેલા કિમ શર્માનું નામ અભિનેતા હર્ષવર્ધન રાણે સાથે પણ જોડાયું હતું. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા અને પછી અલગ થઈ ગયા. બીજી તરફ, લિએન્ડર લગભગ 10 વર્ષથી સંજય દત્તની પત્ની અને મોડલ રિયા પિલ્લઈ સાથે રહે છે. બીજી તરફ, રિયાના કહેવા પ્રમાણે, તેણે વર્ષ 2005માં પેસ સાથે લગ્ન કર્યા હતા.
Bollywood: મોટા ફિલ્મ મેકરે ખોલી બૉલીવુડની પૉલ, પ્રિયંકાના સમર્થનમાં કહી દીધી આવી વાત....
Apurva Asrani On Nepotism In Bollywood: ગ્લૉબલ સ્ટાર બની ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ બૉલિવૂડમાં નેપોટિઝમ પર કેટલાય ખુલાસાઓ કર્યા છે, હવે આ મામલે તેના સપોર્ટમાં બૉલીવુડના મોટા સ્ટાર ફિલ્મ મેકર આવી ગયા છે, ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીએ પ્રિયંકાના સપૉર્ટમાં બૉલીવુડની મોટી પોલી ખોલી દીધી છે. અપૂર્વ અસરાનીએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે બૉલિવૂડમાં એક ગેન્ગ - કેમ્પ આખી ઈન્ડસ્ટ્રીને કન્ટ્રૉલ કરી રહી છે. આ કેમ્પને કોઈની પણ કારકિર્દી બરબાદ કરવાની તાકાત છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતુ કે, કેવી રીતે તેને એક કેમ્પ દ્વારા સાઇડ પર રાખવામાં આવી હતી. તેમની સામે રાજકારણ ચાલતું હતું. લોકો ગેમ રમી રહ્યા હતા, જેના કારણે પ્રિયંકા હૉલીવુડ તરફ વળી. જોકે, આ મામલે એક્ટ્રેસ કંગના રનૌતથી લઈને શેખર સુમન સુધીના કેટલાય કલાકારોએ પ્રિયંકાને સપોર્ટ કર્યો હતો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)