Janhit Mein Jaari: નુસરત ભરુચાએ 6000 મહિલાઓ સાથે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાએ ફિલ્મ 'જય સંતોષી માં'થી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું.

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha)એ ફિલ્મ 'જય સંતોષી માં'થી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. જોકે, તેને તેની અસલી ઓળખ 'લવ સેક્સ ઔર ધોકા' અને 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી મળી હતી. ત્યારથી, નુસરત ભરુચા પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે. હવે નુસરત તેની આગામી ફિલ્મ 'જનહિત મેં જારી' (Janhit Me Jaari)માં કમાલ બતાવવા માટે તૈયાર છે.
6000 મહિલાઓ સાથે ડાન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યોઃ
નુસરત ભરૂચા અને અનુદ સિંહ ઢાકા (Anud Singh Dhaka) તેમની આવનારી ફિલ્મ 'જનહિત મેં જરી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તાજેતરમાં જ તેમણે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. જયપુરમાં તેમની ફિલ્મના પ્રમોશન દરમિયાન, નુસરત ભરૂચા અને અનુદે 6000 મહિલાઓ સાથે ઘૂમર કર્યું હતું. 6 હજાર મહિલાઓ સાથે કરેલા આ ઘુમર નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.
વીડિયો અને ફોટો થઈ રહ્યા છે વાયરલઃ
આ સુંદર ક્ષણનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં હજારો મહિલાઓ પરંપરાગત રાજસ્થાની અવતારમાં જોઈ શકાય છે. આમાં નુસરત પણ પર્પલ કલરના લહેંગા-ચોલીમાં સુંદર લાગી રહી છે.
વિનોદ ભાનુશાલી અને રાજ શાંડિલ્યા દ્વારા નિર્મિત કોમેડી-ડ્રામા ફિલ્મ 'જનહિત મેં જરી' 10 જૂન 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં નુસરત એક છોકરીની ભૂમિકા ભજવી રહી છે જે કોન્ડોમ વેચે છે. હાલમાં જ જ્યારે નુસરતે આ ફિલ્મ સાથે જોડાયેલા પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યા ત્યારે તે ઘણી ટ્રોલ થઈ હતી. ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે, "આ એક જ વિચાર છે જેને બદલવો પડશે. કોઇ વાંધો નહી. તમે તમારી આંગળી ઉંચી કરો અને હું મારો અવાજ ઉઠાવીશ." આ ફિલ્મમાં પાવેલ ગુલાટી, અન્નુ કપૂર અને પરિતોષ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
