Box Office Collection: ઓછા દર્શકોના કારણે શો થઇ રહ્યા છે કેન્સલ, છ દિવસમાં ફિલ્મ Samrat Prithvirajએ કરી આટલી કમાણી
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. ફિલ્મએ રીલિઝ થયાના છ દિવસમાં ખૂબઓછી કમાણી કરી છે. એક અંદાજ અનુસાર, ફિલ્મ અત્યાર સુધીમાં લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. ઓછા દર્શકોને કારણે ફિલ્મના મોર્નિંગ શો રદ કરવામાં આવી રહ્યા છે. વીકેન્ડથી ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફિલ્મે સોમવારે રૂ. 5 કરોડ અને મંગળવારે રૂ. 4.25 કરોડની કમાણી કરી હતી. આ પછી ફિલ્મે બુધવારે કુલ 3.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, "યુપી અને બિહારમાં કમાણી સારી રહી છે. ફિલ્મની પાંચ દિવસની કમાણી હવે 48.50 કરોડની આસપાસ છે અને પ્રથમ સપ્તાહમાં 55-56 કરોડની કમાણી થવાની ધારણા છે. ફિલ્મ માટે હિન્દી પટ્ટામાં કલેક્શન વધુ સારું છે. રાજસ્થાન ઉપરાંત, ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બિઝનેસ કોરોના મહામારી પહેલા હતો તેના કરતા હવે સારો છે."
ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ભવ્ય જીવન પર આધારિત છે. અક્ષય કુમાર સુપ્રસિદ્ધ યોદ્ધા રાજાની ભૂમિકા ભજવે છે. બીજી તરફ માનુષી છિલ્લર સંયોગિતાના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, માનવ વિજ, આશુતોષ રાણા અને સાક્ષી તંવર પણ મુખ્ય ભૂમિકામાં છે.