શોધખોળ કરો
Advertisement
પ્રિયંકાની ‘ધ વ્હાઇટ ટાઇગર’નું પતિ નિક જોનસે કર્યું રિવ્યૂ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યું...
પ્રિયંકાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર’નું તેમના પતિ નિક જોનસે રિવ્યું કરતા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક વાતો લખી છે. તેમણે લખ્યું છે કે, ‘ફિલ્મ અનરિયલ છે અને મારી પત્ની પ્રિયંકા ચોપડાએ તેમાં અસાધારણ કામ કર્યું છે’
બોલિવૂડ:પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર’ ટૂંક સમયમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મ નેટફ્લિક્સ પર 22 જાન્યુઆરીએ રીલિઝ થશે. આ પહેલા તેમની પતિનું ફિલ્મ રિવ્યું સામે આવ્યું છે. તેમણે એક વીડિયો શેર કરીને ફિલ્મની પ્રસંશા કરી છે.
ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મ અરવિંદ અડિંગાની નોવેલ પરથી બની છે. ફિલ્મમાં પ્રિયંકા સાથે ગૌરવ રાજકુમાર રાવ લીડ રોલમાં છે.
ફિલ્મ અને પ્રિયંકાના કામ વિશે નિકે શું કહ્યું ?
પ્રિયંકાના પતિ નિક જોનસે ફિલ્મનું રિવ્યુ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે ફિલ્મની પ્રસંશા કરતા લખ્યું છે કે, ‘ફિલ્મ અનરિયલ છે અને મારી પત્ની પ્રિયંકાએ તેમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે. તેનું કામ ખરેખર અસાધારણ છે’ વીડિયોના અંતમાં તે પ્રિયંકા ચોપડાને થબ્સ દેતા જોવા મળે છે.
શું છે ફિલ્મની કહાણી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’નું ટ્રેલર 22 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. આ ફિલ્મ બલરામ કંદોઇની છે. ફિલ્મમાં બલરામ સફળ બિઝનેસમને બનવાનું સપનુ જોવે છે. ત્યાબાદ તે એક ડ્રાઇવિંગનું કામ કરે છે પરંતુ તેમને સફળ બનવાની રાહમાં તેમના સોશિયલ સ્ટેટસની યાદ અપાવવામાં આવે છે. ફિલ્મનું ડાયરેક્શન રમિન બહરાનીએ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્લીમાં થયું છે. ફિલ્મના શૂટિંગ માટે પ્રિયંકા ચોપડા લોસ એન્જલન્સથી દિલ્લી આવી હતી. ફિલ્મના શૂટિંગની જાણકારી પ્રિયંકાએ તેમને ફેન્સને સોશિયલ મીડિયા પર આપી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion