યુપીમાં યોગીને ટક્કર આપવા કોંગ્રેસે આ ફિલ્મી હસીનાને ઉતારી મેદાનમાં, ક્યાંથી લડશે ચૂંટણી, જાણો વિગતે
ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ હજુ માત્ર 26 વર્ષની જ છે, અને તે એક્ટિંગની દુનિયામાં સારુ એવુ નામ કમાઇ ચૂકી છે.
નવી દિલ્હીઃ યુપી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. દરેક પક્ષો પોતાના તરફ લોકોને આકર્ષવા માટે નવા નવા ચહેરા મેદાનમાં ઉતારી રહ્યાં છે. ત્યારે આ લિસ્ટમાં કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસે આ વખતે એક્ટ્રેસ પર દાંવ લગાવ્યો છે. યુપી ચૂંટણી 2022માં બૉલીવુડ એક્ટ્રેસ અર્ચના ગૌતમને ટિકીટ આપી છે. અર્ચના ગૌતમનો ટિકીટ આપવાનો કોંગ્રેસનો હેતુ મહિલાઓને આકર્ષવાનો છે. ઉલ્લેખનીય છે કે, અર્ચના ગૌતમ બૉલીવુડની ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં કામ કરી ચૂકી છે.
અર્ચના ગૌતમ ક્યાંથી લડશે ચૂંટણી
કોંગ્રેસ પાર્ટીએ એક્ટ્રેસ અર્ચના ગૌતમને યુપી ચૂંટણીના મેદાનમાં ઉતારી છે, અને હવે એક્ટ્રે્સ મેરઠની હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અર્ચના ગૌતમને હસ્તિનાપુર વિધાનસભાની ટિકીટ આપી છે. અર્ચના ગૌતમે પણ આ માટે પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો છે.
ખાસ વાત છે કે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ હજુ માત્ર 26 વર્ષની જ છે, અને તે એક્ટિંગની દુનિયામાં સારુ એવુ નામ કમાઇ ચૂકી છે. તે બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરી 2022માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવાનુ છે.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો