શોધખોળ કરો

VIDEO: ઇટાલીમા બોલિવૂડ એક્ટ્રેસ ગાયત્રી જોશીની લેમ્બોર્ગિનીએ Ferrariને મારી ટક્કર, સ્વિસ કપલનું મોત

Actress Gayatri Joshi: શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'થી ડેબ્યૂ કરનાર બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશીની કારને ઈટાલીમાં અકસ્માત નડ્યો હતો

Actress Gayatri Joshi: શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'થી ડેબ્યૂ કરનાર બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશીની કારને ઈટાલીમાં અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન તે તેના પતિ વિકાસ ઓબેરોય સાથે લેમ્બોર્ગિનીમાં મુસાફરી કરી રહી હતી. જોકે, બંન્નેનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ અકસ્માતમાં ફેરારી કારમાં સવાર સ્વિસ કપલનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી અને તેનો પતિ લક્ઝરી કાર સાથે રેસ કરી રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના ઇટાલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં બની હતી. ઘટના સમયે ગાયત્રી અને તેનો પતિ તેમની લેમ્બોર્ગિની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની કારની પાછળ બીજી ઘણી લક્ઝરી કાર પણ દોડી રહી હતી. દરમિયાન, એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેમની કાર ફેરારી સાથે અથડાઈ હતી, જે બાજુમાં ચાલી રહેલી મીની ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતના કારણે મિની ટ્રક પલટી ગઈ અને ફેરારીમાં આગ લાગી ગઇ હતી.  જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા કપલનું મોત થયું હતું.

મૃતકોની ઓળખ 63 વર્ષીય મેલિસા ક્રાઉટલી અને 67 વર્ષીય માર્કસ ક્રાઉટલી તરીકે થઈ છે. બંને સ્વિત્ઝર્લેન્ડના છે. ગાયત્રીએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે વિકાસ અને હું ઈટાલીમાં છીએ. અમને અહી અકસ્માત નડ્યો હતો અને ભગવાનની કૃપાથી અમે બંને એકદમ ઠીક છીએ.

અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે પાછળથી જઈ રહેલી કારના ડેશબોર્ડ પર લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીડિયો રેકોર્ડ કરી રહેલા વાહનને એક પછી એક કેટલીક લકઝરી કાર ઓવરટેક કરી રહી છે અને થોડા સમયમાં એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેને ટક્કર મારી હતી, જેના કારણે કાર અને ટ્રક બંને પલટી ગયા હતા.

નોંધનીય છે કે ગાયત્રી જોશીએ 2004માં ફિલ્મ 'સ્વદેશ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે શાહરૂખ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. જો કે, માત્ર એક જ ફિલ્મ 'સ્વદેશ' કર્યા પછી તેણે એક્ટિંગ છોડી દીધી હતી અને ઓબેરોય કન્સ્ટ્રક્શનના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા હતા. તેણે 1999માં ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લઈને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આગામી વર્ષે 2000 માં તેણીએ મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો જેણે તેને જાપાનમાં મિસ ઈન્ટરનેશનલ 2000માં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Embed widget