Siddharth Mallya Jasmine Weeding Photos: લગ્નનના બંધનમાં બંધાયો વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ, જુઓ તસવીરો
જાણીતા બિઝનેસમેન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્ન કરી લીધા છે. સિદ્ધાર્થે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.
Siddharth Mallya Jasmine Weeding Photo: જાણીતા બિઝનેસમેન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્ન કરી લીધા છે. સિદ્ધાર્થે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. સમાચાર છે કે સિદ્ધાર્થ અને જાસ્મિનના લગ્ન લંડનમાં ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને યૂકેમાં લાંબા સમયથી લગ્નની વિધિઓ ચાલી રહી હતી.
સિદ્ધાર્થ અને જાસ્મિન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તાજેતરમાં જ તેઓએ સગાઈ કર્યા બાદ લગ્નની જાહેરાત કરી હતી. હવે આખરે તેમના લગ્ન થઈ ગયા છે અને તસવીરો પણ સામે આવી ગઈ છે.
View this post on Instagram
સિદ્ધાર્થ માલ્યા અને જાસ્મિનના લગ્નની તસવીર
સિદ્ધાર્થ માલ્યાએ લગ્નની બે તસવીરો શેર કરી છે. આમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને બંને તસવીરોમાં પણ સારા દેખાઈ રહ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે સિદ્ધાર્થે લખ્યું, 'મિસ્ટર એન્ડ મિસિસ મપેટ.'
આ પહેલા સિદ્ધાર્થે જાસ્મિન સાથેની વધુ એક તસવીર શેર કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે લગ્ન સપ્તાહ શરૂ થઈ ગયું છે. તસવીરમાં બંને ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા હતા અને લગ્નની ખુશી પણ દેખાઈ રહી હતી.
7 મે 1987ના રોજ અમેરિકામાં જન્મેલા સિદ્ધાર્થના પિતા વિજય માલ્યા મૂળ ભારતના છે. થોડા વર્ષો પહેલા વિજય માલ્યા પણ વિદેશમાં શિફ્ટ થઈ ગયા હતા. સિદ્ધાર્થનું શિક્ષણ વિદેશમાં થયું હતું પરંતુ IPL દરમિયાન સિદ્ધાર્થ ભારતમાં દેખાવા લાગ્યો હતો. સિદ્ધાર્થ વિજય માલ્યાની IPL ટીમ RCB માટે પણ ભારત આવતો હતો. સિદ્ધાર્થ વિદેશમાં મોડલિંગ કરતો હતો.
બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સિદ્ધાર્થ માલ્યાના અફેર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ અને દીપિકા પાદુકોણ એક સમયે રિલેશનશિપમાં હતા. બંને ઘણીવાર કોઈને કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં જોવા મળતા હતા. કહેવાય છે કે તેઓ લાંબા સમયથી રિલેશનશીપમાં હતા પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સિદ્ધાર્થનું સોનલ ચૌહાણ સાથે પણ અફેર હતું, આવા સમાચાર 2010ની આસપાસ ચર્ચામાં હતા. સિદ્ધાર્થ અને કેટરીના કૈફના નામ પણ એક સમયે સાથે જોડાયા હતા.