Yo Yo Honey Singh પર લાગ્યો ઘરેલૂ હિંસાનો આરોપ, પત્ની Shalini Talwar ના કેસ નોંધાવ્યા બાદ કોર્ટે લીધા આ પગલા
હની સિંહની મુશ્કેલી વધી શકે છે. હની સિંહની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) 'ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ' અંતર્ગત કોર્ટમાં અરજી દાખલ કરી છે.
પોપ સિંગર સિવાય રેપર, ગીતકાર અને સંગીતકાર તરીકે ઓળખ બનાવનાર હની સિંહની મુશ્કેલી વધી શકે છે. હની સિંહની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) 'ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ' અંતર્ગત કોર્ટમાં અરજી દાખલ કરી છે. શાલિનીએ તેની અરજીમાં હની સિંહની સામે શારીરિક હિંસા, યૌન હિંસા અને માનસિક ઉત્પીડન જેવા આરોપ લગાવ્યા છે. હની સિંહની પત્નીએ વકીલ મારફતે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ઘરેલૂ હિંસા અને અન્ય ઉત્પીડનના કેસ નોંધાવ્યા છે.
શાલિની સિંહની અરજી પર દિલ્હીની તીસ હજારી કોર્ટે હની સિંહ સામે એક નોટીસ જાહેર કરી તેને 28 ઓગસ્ટ સુધી પત્ની દ્વારા લગાવવામા આવેલા તમામ આરોપોનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
કોર્ટે હાલમાં શાલિની તલવારની (Shalini Talwar) તરફેણમાં ઓર્ડર પાસ કર્યો છે. શાલિની તલવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની વાત કરીએ તો, શારીરિક હિંસા, આર્થિક હિંસા, માનસિક હિંસા અને જાતીય હિંસા જેવા તમામ આરોપો શાલિની તલવારે હની સિંહ (Honey Singh) અને તેના માતાપિતા પર લગાવ્યા છે. શાલિનીએ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે તેનું સ્ત્રી ધન તેને પરત કરવામાં આવે અને બંનેની સંયુક્ત મિલકત વેચતા અટકાવવામાં આવે.
સિંગર હની સિંહે કર્યા હતા શાલિની સાથે લવ મેરેજ
તમને જણાવી દઇએ કે, હની સિંહ (Honey Singh) અને શાલિની તલવારે (Shalini Talwar) લવ મેરેજ કર્યા હતા. 20 વર્ષની મિત્રતા અને પ્રેમ બાદ વર્ષ 2011 માં બંનેએ લગ્ન કર્યા હતા. રેપર હની સિંહ અને શાલિનીના લગ્ન દિલ્હીના એક ફાર્મહાઉસમાં શીખ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા રેપર હની સિંહનું નામ ડાયના ઉપ્પલ (Diana Uppal) સાથે પણ જોડાયેલું હતું, જે 'ખતરોં કે ખિલાડી'ની (Khatron Ke Khiladi) સ્પર્ધક હતી, પરંતુ તેનાથી તેના અને શાલિનીના (Shalini) સંબંધો પર કોઈ અસર પડી ન હતી.