મિડ ડેના અહેવાલ અનુસાર બોલિવૂડના કિંગ ખાનને પણ આ લગ્નમાં ઈનવાઈટ કર્યા હોવાના અહેવાલ છે. શાહરૂખ ખાન હાલમાં પોતાની ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે. (Photo Source: Instagram)
2/7
જાણકારી અનુસાર તેમણે નમસ્તે ઇંગ્લેન્ડના સ્ટાર અર્જુન કપૂરને પોતાના લગ્નમાં આમંત્રિત કર્યા છે. હાલમાં જ અર્જુનની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ રિલીઝ થઈ જેમાં તે પરણીતિ ચોપરા સાથે જોવા મળ્યો છે.
3/7
અંદાજે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન કરવા જઈ રહ્યા છે. અટકળોનો અંત આણતા હાલમાં બન્નેએ સત્તાવાર પોતાની લગ્નની તારીખ જાહેર કરી હતી.
4/7
માનચેસ્ટર યૂનાઈટેડના ક્રિસ સ્મેલિંગ અને તેની પત્ની સૈમ કુકે પણ લગ્ન અહીં જ કર્યા હતા.
5/7
આ હોટલનું ભાડું 8.5 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા પ્રતિ દિવસ છે. અહીં કપલ 14 અને 15 નવેમ્બર્ લગ્ન કરશે અને 1 ડિસેમ્બરે ભારતમાં રિસેપ્શન આપે એવા અહેવાલ છે.
6/7
સમુદ્ર અને ઇન્દ્રધનુશનું સુંદર દૃશ્ય ધરાવતા આ વિલા પોતાની સુંદરતા માટે ઓળખાય છે. આ હોટલ અનેક ઇન્ટરનેશનલ સ્ટારના લગ્ન માટે વેડિંગ ડેસ્ટિનેશન રહી ચૂકી છે.
7/7
નવી દિલ્હીઃ બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. દિવાળીના 7 દિવસ બાદ થવા જઈ રહેલ આ ઇવેન્ટ ઈટલના લેક કોમોમાં આયોજિત થવાની સંભાવના છે. અહેવાલ છે કે અહીંના આલીશાન વિલા ડેલ બાલડિયાનેલોમાં બન્ને લગ્ન કરી શકે છે. લગ્નમાં અંદાજે 30 મહેમાનો સામેલ થવાના અહેવાલ છે. આવો જાણીએ આ જગ્યા કેવી છે અને અહીં કેટલું ભાડુ છે...