શોધખોળ કરો
કોરોના વાયરસના ખતરાને લઈને 31 માર્ચ સુધી ફિલ્મ અને ટીવી સીરિયલનુ શૂટિંગ બંધ
કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોતા 19થી લઈને 31 માર્ચ સુધી હિંદી ફિલ્મો,ટીવી સીરિયલ્સ, વેબ શો અને જાહેરખબરોની ફિલ્મોની શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુંબઈ: કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોતા 19થી લઈને 31 માર્ચ સુધી હિંદી ફિલ્મો,ટીવી સીરિયલ્સ, વેબ શો અને જાહેરખબરોની ફિલ્મોની શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મુંબઈમાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ અને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશન, વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ પ્રોડ્યૂસર્સ એસોસિએશન, ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ જેવી સંસ્થાઓ વચ્ચે IMPPA ની ઓફિસમાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આગામી 19 માર્ચથી 31 માર્ચ સુધી શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન દ્વારા મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવીએ કે હાલમાં દેશની બહાર ફિલ્મ અને ટીવીનું શૂટિંગ ચાલી રહ્યું છે. રવિવારે નિર્ણય લીધા પછી , ત્રણેય દિવસનો સમય આપવામાં આવ્યો છે જેથી દરેક શૂટિંગ પૂર્ણ કરી શકે.
ટીવી અને વેબસીરીઝના અધ્યક્ષ જેડી મજેઠીયાએ જણાવ્યું હતું કે , દેશ , વિશ્વ , સમાજ , ફિલ્મ ઉદ્યોગ અને વર્કરના હિતમાં , ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતી તમામ સંસ્થાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે ગુરુવાર 19 માર્ચથી 31 માર્ચ સુધી ફિલ્મ , ટીવી , વેબ સિરીઝ અને અન્ય તમામ પ્રકારનાં શૂટિંગ ભારતભરમાં બંધ કરવામાં આવશે.


વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
દેશ
દેશ
Advertisement