શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતે રિહન્નાની અશ્લીલ તસવીરો પોસ્ટ કરીને લખ્યુંઃ સંઘી નારી સબ પે ભારી.......
કંગનાએ ટ્વીટના જવાબમાં રિહાનાના અપશબ્દો કહ્યા છે અને આંદોલનકારીઓને આતંકી ગણાવ્યા છે.
ખેડૂત આંદોલનની આંતરરાષ્ટ્રીય નોંધ લેવામાં આવી છે. વિશ્વભરમાં પ્રખ્યાત પોપ સ્ટાર રિહાના આંદોલનને સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. પોપ સ્ટાર રિહાનાએ એક ન્યૂઝ આર્ટિકલને શેયર કરતા સવાલ કર્યો કે આ મુદ્દે કેમ કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.
રિહાનાએ જે ન્યૂઝ આર્ટિકલને શેયર કર્યો છે તેની હેડલાઈન છે કે, પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ દિલ્લી આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ. તો રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી.
કંગનાએ ટ્વીટના જવાબમાં રિહાનાના અપશબ્દો કહ્યા છે અને આંદોલનકારીઓને આતંકી ગણાવ્યા છે. કંગનાએ ટ્વીટમાં કહ્યું કે, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે.
એટલું જ નહીં કંગનાએ ટ્વીટર પર રિહાનાની કેટલીક બોલ્ટ તસવીર શેર કરી તો તે ખુદ જ ટ્રોલ થવા લાગી હતી. સાથે જ તેણે રિહાના અને પોતાની હાથમાં ફૂલ લઈને તસવીર પણ શેર કરી છે. જેમાં તેણે ખુદને રાઈટ વિંગની રોલ મોડલને અને રિહાનાને લેફ્ટ વિંગની રોલ મોડલ ગણાવી છે.Right Wing role model VS Left Wing role model ... I rest my case.#Indiatogether #IndiaAgainstPropoganda pic.twitter.com/LkQM0MHD7B
— Kangana Ranaut (@KanganaTeam) February 3, 2021
આ ઉપરાંત કંગનાએ રિહાનાની કેટલીક વધુ બોલ્ડ તસવીર શેર કરી અને કેપ્શનમાં ‘સંઘી નારી સબ પર ભારી’ લખ્યું છે. આ સાથે જ તેણે દેશના લોકોને સામે આવી પોતાનો પાવર દેખાડવાની વાત કહી છે. જોકે કંગના પોતાની આ પોસ્ટને લઇ ખુબ જ ટ્રોલ થઇ રહી છે. કંગનાની રિહાનાની બોલ્ડ તસવીર શેર કરવા પર સોશિયલ મીડિયા પર યૂઝર તેના પર તૂટી પડ્યા અને કંગનાની જ જૂની બોલ્ડ તસવીરો શેર કરીને તેના જૂના દિવસો યાદ અપાવી રહ્યા છે. કેટલાક ટ્વીટર યૂઝર કંગનાને સવાલ પણ કરી રહ્યા છે કે તમારો જૂનો અવતાર તમે ભૂલશો નહી અને કેટલાક તો કંગનાની તસવીરને લઇ તેને ઠેકડી પણ ઉડાવી રહ્યા છે.Sanghi Naari sabpe Bhaari Vs Libru role models their lil pussy cat dolls ... come on India show them our power. #IndiaTogether #IndiaAgainstPropoganda pic.twitter.com/gEG9YVjZyF
— Kangana Ranaut (@KanganaTeam) February 3, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement