“ઘૂંઘટ કી આડ સે …” કરણ જૌહરે જુહી ચાવલાના ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડીયો
Karan Johar : હુનરબાઝના વીકેન્ડ સ્પેશિયલ એપિસોડમાં, ફિલ્મ નિર્માતા કરણ જોહરે 'ઘુંઘાટ કી આડ સે' ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે.

Bollywood News : ટેલેન્ટ રિયાલિટી શો હુનરબાઝ સતત સમાચારોમાં રહે છે. આ અઠવાડિયે શોમાં પરિણીતી ચોપરાનો સ્વયંવર થવા જઈ રહ્યો છે, જેને લઈને તે સતત ચર્ચામાં રહે છે. હુનરબાઝનો આ વીકેન્ડનો એપિસોડ ખૂબ જ ખાસ બનવાનો છે. આ દરમિયાન શોમાંથી કરણ જોહરનો એક વીડિયો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.
શોના નિર્માતાઓએ હુનરબાઝના વીકએન્ડ એપિસોડનો પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર હુનરબાઝના સ્ટેજ પર જુહી ચાવલા અને આમિર ખાનના સુપરહિટ ગીત ‘ઘુંઘટ કી આડ સે દિલબર કા’ પર જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપતા જોવા મળે છે. બ્લેક શેરવાની પહેરીને ડાન્સ કરતી વખતે કરણ જોહરની મૂવ્સ એકદમ અદભૂત છે. જુઓ આ વિડીયો
View this post on Instagram
કરણ જોહરને ડાન્સ કરતા જોતી વખતે પરિણીતી ચોપરા વીડિયોમાં ખૂબ જ ઉત્સાહથી ચીસો પાડતી જોવા મળે છે. સિંગર કુમાર સાનુ પણ કરણ જોહરના ડાન્સના વખાણ કરતા જોવા મળે છે. હુનરબાઝના પ્લેટફોર્મ પરથી આવેલો આ પ્રોમો વીડિયો થોડા સમય પહેલા જ શેર કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં તેને હજારો લોકો જોઈ ચૂક્યા છે.
યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીકેન્ડ શોમાં પરિણીતી ચોપરાના સ્વયંવરનો એક સ્પેશિયલ એપિસોડ બતાવવામાં આવશે, જેમાં અભિનેત્રી માટે પતિની શોધ કરવામાં આવશે. મેકર્સે આ ખાસ એપિસોડના ઘણા પ્રોમો વીડિયો પણ શેર કર્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
