ના હોય, વિજય દેવરાકોંડાએ રશ્મિકા મંદાના સાથે કરી લીધા લગ્ન, જુઓ લગ્નના ફોટા
વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના સાઉથ ઇન્ડસ્ટ્રીમાં હોટ જોડી ગણાય છે. સૌ કોઈ તેમની જોડીનેપસંદ કરે છે. ત્યારે તેઓના લગ્નનો એક ફોટો સામે આવ્યો છે.
2018માં વિજય-રશ્મિકાની એક ફિલ્મ આવી હતી. જેમાં તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી બંને ઘણા વેકેશન પર સાથે જોવા મળ્યા હતા. તેઓ ડિનર ડેટ પર જતા જોવા મળ્યા હતા. અવારનવાર તેઓ સાથે સ્પોટ થાય છે. પરંતુ એક પણ વખતે તેઓ બન્નેએ અફેરની વાતને કબૂલી નથી. ડેટિંગના સમાચારો આવવા લાગ્યા હતા. વિજયે એક ઈન્ટરવ્યુમાં રશ્મિકાને તેની સારી મિત્ર કહી હતી.
બન્ને જોડે સ્પોટ થયા
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રીલ લાઈફનું લોકપ્રિય દંપતી વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના છે. બંનેની જોડીને મોટા પડદા પર એકસાથે જોવા માટે ચાહકો આતુર છે. ઑફસ્ક્રીન અને ઑનસ્ક્રીનની જબરદસ્ત કેમિસ્ટ્રી જોયા પછી થોડા વર્ષો પહેલા એવી અફવા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પછી ચાહકોએ બંનેના લગ્ન વિશે અટકળો શરૂ કરી. ત્યારે હવે વર-કન્યા તરીકેનો તેમનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં બંને સફેદ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.
શું છે ફોટા પાછળનું સત્ય?
ફોટો જોઈને કોઈ કહી શકતું નથી કે તે મોર્ફ કરેલ ફોટો છે. વિજય દેવરકોંડાના એક ફેન પેજે આ ફોટો મોર્ફ કરીને તૈયાર કર્યો છે. વિજય રશ્મિકા સાથે લગ્નના બંધનમાં બંધાયેલો જોવા મળે છે. બંનેના ગળામાં માળા છે અને લગ્નના પોશાક પહેર્યા છે. ચાહકોએ સોશિયલ મીડિયા પર કપલને અભિનંદન આપવાનું શરુ કરી દીધું છે.
બન્ને વચ્ચે અફેરની અફવા
થોડા મહિના પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરી લેશે. જો કે, જ્યારે વિજયને એક ઈન્ટરવ્યુમાં આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ સમાચારને નકારી કાઢ્યા અને તેને નોન સેન્સ ગણાવ્યા. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ આજ સુધી કોઈ ઈન્ટરવ્યુમાં ડેટિંગના સમાચાર સ્વીકાર્યા નથી. બંનેએ હંમેશા ઇનકાર કર્યો છે. જોકે રશ્મિકા મંદાના હંમેશા વિજયને સપોર્ટ કરતી જોવા મળે છે. થોડા દિવસો પહેલા વિજય અને રશ્મિકા વેકેશન માટે માલદીવ ગયા હતા. બંનેએ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.