![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: સ્વીમિંગ પૂલમાં હૉટ બિકીનીમાં દેખાઇ ટીવીની વિલન 'કમોલિકા', 43 વર્ષે ફ્લૉન્ટ કર્યુ હૉટ ફિગર
એવુ પહેલીવાર નથી કે જ્યારે ઉર્વશી ધોળકિયાએ પોતાના બૉલ્ડ અંદાજમાં સોશ્યલ મીડિયા પર કેર વર્તાવ્યો હોય
![Pics: સ્વીમિંગ પૂલમાં હૉટ બિકીનીમાં દેખાઇ ટીવીની વિલન 'કમોલિકા', 43 વર્ષે ફ્લૉન્ટ કર્યુ હૉટ ફિગર tv villain girl komolika aka urvashi dholakia shares new bikini photos Pics: સ્વીમિંગ પૂલમાં હૉટ બિકીનીમાં દેખાઇ ટીવીની વિલન 'કમોલિકા', 43 વર્ષે ફ્લૉન્ટ કર્યુ હૉટ ફિગર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/04/3aaba424d260eb3ca7cdb0953078e4c0166755039031177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Urvashi Dholakia Photos : ટીવી સ્ટાર ઉર્વશી ધોળકિયાએ એકવાર ફરીથી પોતાનો સિઝલિંગ અવતાર બતાવ્યો છે. તેને પાણીમાં આગ લગાવી દીધી છે. એક્ટ્રેસનો આ સુપરહૉટ બિકીની લૂક ફેન્સની ઉંઘ ઉડાડી રહી રહ્યો છે. ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા (Urvashi Dholakia) એ એક વાર બૉલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. તેના આ લૂકે ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે.
બ્લૂ વૉટર સ્વિમિંગ પૂલમાં ગ્રીન બિકીની પહેરીને ઉતરેલી 'કમોલિકા (Kamolika)ની અદાઓ જોઇને તમામના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. થોડાક દિવસો પહેલા 'નાગિન 6' માં દેખાયેલી ઉર્વશી ધોળકિયા આ લેટેસ્ટ તસવીરોમાં કમાલની લાગી રહી છે.
ઉર્વશી ધોળકિયાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તે લાઇટ ગ્રીન કલરની બિકીની પહેરીને દેખાઇ રહી છે. લૂકને કમ્પલેટ કરવા માટે એક્ટ્રેસે આંખો પર સનગ્લાસીસ પહેર્યા છે. એક્ટ્રેસે કિલર પૉઝ આપતા પાણીમાં આગ લગાવી દીધી છે. પોતાના બૉલ્ડ લૂકની સાથે ઉર્વશી ધોળકિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પાવરફૂલ નૉટ પણ લખી છે, જેમાં તે પરફેક્ટ ફિગર વાળી ઇમેજ પર કટાક્ષ કરતી દેખાઇ રહી છે.
View this post on Instagram
ઉર્વશી ધોળકિયાએ લખ્યું- વૂમેનહુડને ગળે લગાવી રહી છું ❤ હંમેશાથી મહિલાઓને કમ આંકવામાં આવી છે, તે કેવી દેખાય છે, શું પહેરે છે, મે ક્યારેય પરફેક્ટ પિક્ચર જોવાનુ દબાણ નથી ઝીલ્યુ કેમ કે એક મહિલા તરીકે મને ખુદ જેવી હોવાનો પુરેપુરો અધિકાર છે, જે હું ઇચ્છુ છું, તેને પહેરુ છું, પોતાની મરજીથી જિંદગી જીવુ છું. મે ખુદ પોતાની ગરિમા અને સ્વામિભાનને અર્જિત કર્યુ છે. આપણા શરીરમાં સમયની સાથે ફેરફાર થાય છે, આપણે તે પ્રમાણે કોઇને જજ કરવાની જરૂર નથી, મહિલા હોવુ સ્વાભિમાનની વાત છે.
View this post on Instagram
એવુ પહેલીવાર નથી કે જ્યારે ઉર્વશી ધોળકિયાએ પોતાના બૉલ્ડ અંદાજમાં સોશ્યલ મીડિયા પર કેર વર્તાવ્યો હોય. પહેલા પણ એક્ટ્રેસ ગૉલ્ડન બિકીનીમાં પોતાની કાતિલ અદાઓથી ફેન્સનુ દિલ ચોરી ચૂકી છે.
View this post on Instagram
નાના પડદાની 'કમોલિકા..' ઉર્ફે ઉર્વશી ધોળકિયા, 43 વર્ષની ઉંમરમાં પણ એકદમ ગ્લેમરસ અને ફિટ દેખાઇ રહી છે. ઉર્વશી ધોળકિયા બે જુડવા બાળકોની માં છે. જોકે, એક્ટ્રેસના અંદાજ જોઇને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)