શોધખોળ કરો
આ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીમાં આપી હતી MBA એન્ટરન્સ ટેસ્ટ, શેર કર્યા અનુભવો
મિહિકાએ એક થ્રોબેક ફોટો શેર કરી તેની પ્રેગ્નેંસી દરમિયાનની વાતોનો ખુલાસો કર્યો છે. અનુભવ શેર કરતા મિહિકાએ તેના બાળકને હિરો બતાવ્યો છે.
![આ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીમાં આપી હતી MBA એન્ટરન્સ ટેસ્ટ, શેર કર્યા અનુભવો yeh hai mohabbatein s mihika verma on pursuing mba during pregnancy આ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીમાં આપી હતી MBA એન્ટરન્સ ટેસ્ટ, શેર કર્યા અનુભવો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/15073841/2-yeh-hai-mohabbatein-s-mihika-verma-on-pursuing-mba-during-pregnancy.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ યે હૈ મોહબ્બતે ફેમ મિહિરા વર્માએ લગ્ન બાદ એક્ટિંગને અલવિદા કઈ દીધું છે. હવે તે પોતાના પતિ આનંદ કાપાઈ સાથે યૂએસમાં સેટલ થઈ ગઈ છે. બન્નેએ 27 એપ્રિલ 2016ના રોજ લગ્ન કર્યા હતા. 2018માં બન્ને માતા પિતા બન્યા હતા. મિહિકાએ બેબી બોય ઇજહાનને જન્મ આપ્યો હતો.
હવે મિહિકાએ એક થ્રોબેક ફોટો શેર કરી તેની પ્રેગ્નેંસી દરમિયાનની વાતોનો ખુલાસો કર્યો છે. અનુભવ શેર કરતા મિહિકાએ તેના બાળકને હિરો બતાવ્યો છે. મિહિકાએ લખ્યું કે, ‘જ્યારે મને ખબર પડી કે હું પ્રેગ્નેંટ છું ત્યારે મને ખબર હતી કે મારું બાળક મારી માટે એક હિરો અને મારી પ્રેરણાથી ઓછું નહીં હોય. મારી પ્રેગ્નેંસી દરમિયાન હું એન્ટ્રન્સ એક્ઝામ માટે અભ્યાસ કરી રહી હતી. પરંતુ સ્વાસ્થ્ય સારું ન રહેતા મારે અભ્યાસ કરવો મુશ્કેલ હતો અને એકેડમીમાં પરત આવવાનો નિર્ણય સરળ નહોતો. લગ્ન બાદ પહેલા 6 મહિના સુધી હું ખૂબજ ક્લૂલેસ હતી.’
![આ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીમાં આપી હતી MBA એન્ટરન્સ ટેસ્ટ, શેર કર્યા અનુભવો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/15073835/1-yeh-hai-mohabbatein-s-mihika-verma-on-pursuing-mba-during-pregnancy.jpeg)
વધુ ઉમેરતા મિહિકાએ લખ્યું કે, ‘ત્યાર બાદ મે ઘણી સ્કૂલોની મુલાકાત લીધી તેથી જાણી શકું કે મારી માટે શું યોગ્ય રહેશે. કેટલાક કોર્સ જોયા. પરંતુ લગભગ 20 સ્કૂલ ફર્યા બાદ વધારે મુંઝાઈ ગઈ. પ્રેગ્નેંસી દરમિયાન કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેવું ઘણું મુશ્કેલ હોય છે. ત્યાર બાદ મારી આંટીએ મને સલાહ આપી અને મે આનંદને જણાવ્યું કે હું એમબીએ કરવા માંગું છું. મે એન્ટ્રન્સ એક્ઝામ આપી. જ્યારથી મને ખબર પડી કે હું પ્રેગ્નેંટ છું આ મારી માટે એક ટર્નિંગ પોઇન્ટ હતું. મારા બાળકે બધુ જ બદલી દીધું.’ તમને જણાવી દઈએ કે મિહિકા વર્માએ શો યે હૈ મોહબ્બતેમાં દિવ્યાંકા ત્રિપાઠી(ઇશિતા)ની નાની દિકરીનું પાત્ર ભજવ્યું હતું. લગ્ન બાદ તેને શો છોડી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)