શોધખોળ કરો
વલસાડઃ મુંબઈ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, 5નાં મોત

1/3

અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચારના મોત થયાં હતા તેમાંથી ત્રણની ઓળખ થઈ હોવાની માહિતી મળી છે. જેમાં સુરતના અડાજણમાં રાંદેર રોડ પર રહેતો ચિરાગભાઈ રાજેશભાઈ સારંગ, 39 વર્ષિય કેતનભાઈ અવિનાશભાઈ પટેલ અને 62 વર્ષિય વસાવા મેલાભાઈ ચુનિલાલભાઈની ઓળખ થઈ છે. આ મૃતકો પૈકી મેલાભાઈ વસાવા વડોદરાના નિવૃત્ત પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે.
2/3

આ અંગે ઘટનાસ્થળેથી મળતી વિગતો અનુસાર ડુંગરી નેશનલ હાઈવે- 48 પર વલસાડ થી સુરત તરફ જઈ રહેલ સ્કોર્પિયોને સોનવાડા પટેલ ફળીયાના કોર્સીગ પાસે લકઝરી બસની ટક્કર લાગતાં સ્કોર્પિયો કાર સામેના ટેક પર ફંગોળાઈ જતાં સામેથી આવતી ટ્રક સાથે સ્કોપિયો કાર અથડાતા અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જયારે સ્કોર્પિયો ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલમાં લઈ જતાં તેમનું પણ કરૂણ મોત નિપજ્યું હતું. સામેનાં ટેક પર ટ્રક સાથે અકસ્માત થતાં ટ્રક ચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળે જ ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.
3/3

વલસાડઃ વલસાડનાં ડુંગરી નેશનલ હાઈવે નંબર-48 સોનવાડા પટેલ ફળીયા કોર્સીગ પાસે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજતાં હતા. ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.
Published at : 23 Aug 2018 08:04 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement