શોધખોળ કરો
કાશ્મીરમાં આતંકીઓની કાયરતા, ઇદ મનાવવા જઇ રહેલા જવાન ઔરંગઝેબની ગોળી મારી કરી હત્યા, પુલવામામાથી મળ્યો મૃતદેહ

1/6

નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા, મરનારા આતંકીઓમાં હિઝબુલનો ટૉપ કમાન્ડર સમીર ટાઇગર પણ સામેલ હતો.
2/6

કહેવાઇ રહ્યું છે કે, ઔરંગઝેબ સવારે નવ વાગે એક પ્રાઇવેટ વ્હીકલથી શોપિયા તરફ આવી રહ્યો હતો, ત્યારે કલમપોરાની પાસે આતંકીઓએ વાહનને રોક્યું અને તેને કિડનેપ કરી લીધો હતો.
3/6

ઔરંગઝેબની પૉસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતું, તે પુંછનો જ રહેવાસી હતો, જ્યારે તે ઘરે જઇ રહ્યો હતો ત્યારે મુઘલ રૉડ પર તેને આતંકીઓએ સવારે લગભગ 9 વાગે કિડનેપ કરી લીધો હતો.
4/6

પુંછ જિલ્લામાં સેનામાં રાયફલમેન ઔરંગઝેબનું ગુરવારે આતંકીઓએ અપહરણ કરી લીધુ હતું, કહેવાઇ રહ્યુ છે કે, આતંકી સમીર ટાઇગર વિરુદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, જે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લા સાથે હતો.
5/6

રમઝાનના પાક મહિનામાં આતંકીઓએ અપહરણ કરેલા જવાન ઔરંગઝેબની હત્યા કરી દીધી છે. ઇદની રજાઓ લઇને ઇદ મનાવવા ઘરે જઇ રહેલા ઔરંગઝેબનું આતંકવાદીઓએ ગુરુવારે બપોરે અપહરણ કર્યું. મોડી રાત્રે ગોળીઓથી તેને મોતને ઘાટ ઉતારી દીધોલો મૃતદેહ પુલવામા જિલ્લાના ગુસ્સુ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. થોડાક કલાકો પહેલા આતંકીઓએ ઇફતારમાં જઇ રહેલા રાઇઝિંગ કાશ્મીરના તંત્ર શુજાત બુખારીની પણ હત્યા કરી દીધી છે.
6/6

નવી દિલ્હીઃ જમ્મ-કાશ્મીરમાં ઇદના ઠીક એક દિવસ પહેલા આતંકવાદીઓએ કત્લેઆમ મચાવવાનો શરૂ કરી દીધો છે. આતંકીઓએ એક સેનાના જવાન અને કાશ્મીર અખબારના તંત્રીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે.
Published at : 15 Jun 2018 08:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
